પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમનો કોરોના રિપોર્ટ આવ્યો Positive

News18 Gujarati
Updated: August 3, 2020, 12:30 PM IST
પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમનો કોરોના રિપોર્ટ આવ્યો Positive
કિર્તી પી. ચિદમ્બરમ ફાઇલ ફોટો

ગત 24 કલાકમા ભારતના અનેક ટોચના નેતાઓના કોરોના રિપોર્ટ આવ્યા પોઝિટવ, એક મંત્રીનું થયું નિધન

  • Share this:
કોરોના વાયરસ (Coronavirus) ભારતમાં ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. ગત 24 કલાકની અંદર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) સમેત અનેક મોટા નેતા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. જેમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમના પુત્રી કાર્તિ ચિદમ્બરમનું નામ પણ જોડાયું છે. કાર્તિ ચિદમ્બરમાં પોતાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણકારી ટ્વિટ કરીને આપી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે તે હાલ હોમ ક્વૉરન્ટીન છે. અને તેમના સંપર્કમાં આવેલા તમામ લોકો પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.

અમિત શાહ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પા (Karnataka's CM BS Yediyurappa) અને તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત (Tamilnadu's Governor Banwari Lal Purohit) પણ રવિવારે કોરોના પોઝિટિવ મળ્યા. સાથે જ ઉત્તર પ્રદેશના ભાજપ અધ્યક્ષ સ્વતંત્ર સિંહ દેવનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી કમલા રાની (Kamla Rani)નું કોરોના વાયરસના સંક્રમણથી નિધન થયું છે.

55 વર્ષીય અમિત શાહે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જાણકારી આપી હતી કે તપાસમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. સાથે જ તેમણે કહ્યું કે મારી તબિયત ઠીક છે અને ડૉક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છુંભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, દ્રમુક અધ્યક્ષ એમ કે સ્ટાલિન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સમેત પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સમેત અનેક મોટા નેતાઓએ તેમને જલ્દી જ સ્વસ્થ થવાની શુભેચ્છા કરી હતી.

વધુ વાંચો :  ગુજરાતમાં કોરોનાની ગંભીર સ્થિતિ! છેલ્લા 24 કલાકમાં નવા 1101 પોઝિટિવ કેસ અને 22 લોકોના મોત

બીજી તરફ સંક્રમિત થયા પછી કર્ણાટકના સીએમ યેદિયુરપ્પાએ પણ કહ્યું કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને તેમની તબિયત ઠીક છે. ઉત્તર પ્રદેશના ટેકનિકલ શિક્ષા મંત્રી કમલ રાનીનું બીજી તરફ રવિવારે કોવિડના કારણે હોસ્પિટલમાં નિધન થયું છે. પ્રદેશમાં કોરોના કારણે કોઇ મંત્રીની મોત થઇ હોવાની અહીં આ પહેલી ખબર છે.

તેમના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
Published by: Chaitali Shukla
First published: August 3, 2020, 7:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading