Home /News /gujarat /

સેન્ટિનલ ટાપુ: 7 દિવસ પછી પણ પોલીસ ટાપુમાં નથી પ્રવેશી શકી, જાણો કેમ

સેન્ટિનલ ટાપુ: 7 દિવસ પછી પણ પોલીસ ટાપુમાં નથી પ્રવેશી શકી, જાણો કેમ

    અંડમાનના સેન્ટિનલ ટાપુ પર આદિવાસીઓએ અમેરિકન યુવક જ્હોન એલન ચાઉની હત્યા બાદ ભારે ચકચાર જાગી છે, તો બીજી બાજુ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જ્હોનનો મૃતદેહ મળવાની શક્યતા ખૂબ ઓછી છે. કારણ કે ચાઉના મોતના સાત દિવસ પછી પણ પોલીસ આ ટાપુમાં પ્રવેશી શકી નથી. ચાઉ 16 નવેમ્બરે સેન્ટિનલ ટાપુ પર ઉતર્યો હતો. ત્યારે આદિવાસીઓએ તીર-કમાનથી તેની હત્યા કરી દીધી હતી.

    આ પણ વાંચો અંડમાનના ખતરનાક આદિવાસીઓને અનેકવાર મળી ચૂક્યા છે આ વ્યક્ત‍િ

    અમેરિક યુવકના મૃતદેહને શોધવા માટે સ્થાનિક તંત્રએ હેલિકોપ્ટરની મદદ લીધી હતી, પરંતુ ટાપુ પર વસવાટ કરી રહેલા ખતરનાક આદિવાસીઓએ હેલિકોપ્ટર પર જ હુમલો કર્યો હતો. જેના કારણે હેલિકોપ્ટર ટાપુમાં ઉતરી શક્યું ન હતું. ઘટનાના સાત દિવસ પસાર થયા પછી પણ પોલીસના અધિકારીઓ ચાઉની લાશ શોધી શક્યા નથી. નિષ્ણાતોનું કહેવું છે કે, જો આ ટાપુમાં વારંવાર ઘુસવાનો પ્રયત્ન કરવામાં આવશે તો સંરક્ષિત જનજાતીને જોખમ થઈ શકે છે. જનજાતીય અધિકારીઓના નિષ્ણાતોનું કહેવું છે કે, આ આદિવાસીઓને હત્યારા ન કહી શકાય. તે ઉપરાંત ચાઉનો મૃતદેહ ન મળવો તે પ્રી-નિયોલિથિક જનજાતીની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે.

    નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ભારતીય અધિકારી પણ ઉત્તરી સેન્ટિનલ ટાપુમાં તેમનું શાસન લાગુ કરવાનો પ્રયત્ન નથી કરતાં. તે ઉપરાતં તેમણે પોલીસ મોકલીને આદિવાસીઓને કદી એવો સવાલ પણ નથી પૂછ્યો કે તેઓ બહાર લોકો સાથે આવો દુશ્મન જેવો વ્યવહાર કેમ કરે છે. અંદમાન પોલીસનું કહેવું છે કે, શુક્રવારે ચાઉની હત્યા પછી અત્યાર સુધી બે વખત તેનો મૃતદેહ શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ તે લોકોને સફળતા મળી નથી. લાશ શોધવા જતી ટીમને એવી પણ સુચના આપવામાં આવી છે કે, તેઓ ધ્યાન રાખે કે તેમના કારણે આદિવાસીઓને કોઈ પ્રકારની મુશ્કેલી ન થાય.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Andaman, Indian island, John Allen Chau, Sentinel island, Tribal tourism, Uncontacted, US man's death

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन