Home /News /gujarat /

Ahmedabad science cityમાં વધુ એક 'આકર્ષણ' ઉમેરાયું, આફ્રિકન પેંગવીન જોવા મળશે

Ahmedabad science cityમાં વધુ એક 'આકર્ષણ' ઉમેરાયું, આફ્રિકન પેંગવીન જોવા મળશે

અમદાવાદ સાન્યસ સીટીમાં આવેલી પેંગ્વિન ગેલેરી

Ahmedabad news: એકવેટિક ગેલેરી (Aquatic Gallery) ખાતે 5 પેંગ્વિન (Penguin) છે અને બધા સ્વસ્થ અને તંદુરસત છે જેને છેલ્લા 2 મહિનાથી અમદાવાદમાં (Ahmedabadn) રહે છે. ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City) અહી રહેલી વિશ્વભરની વિવિધ એકવેટિક, સેમી એકવેટિક છે.

વધુ જુઓ ...
Ahmedabad news: જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આજે આવી ગઈ છે. આજે શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનૉલોજી વિભાગના મંત્રી (Minister of Education, Science and Technology) જીતુભાઈ વાઘાણી (Jitubhai Waghani) દ્વારા એકવેટિક ગેલેરી (Aquatic Gallery) ખાતે પેંગ્વિન ગેલેરીનું (Penguin Gallery) ઉદઘાટન કરવામાં આવ્યું. અહી એકવેટિક ગેલેરી ખાતે 5 પેંગ્વિન છે અને બધા સ્વસ્થ અને તંદુરસત છે જેને છેલ્લા 2 મહિનાથી અમદાવાદમાં રહે છે. ગુજરાત સાયન્સ સિટી અહી રહેલી વિશ્વભરની વિવિધ એકવેટિક, સેમી એકવેટિક છે. હવે પેંગ્વિન પણ આ સાયન્સ સિટી પરિવારમાં સામેલ થઈ ગયા છે. ગુજરાત સાયન્સ સિટી (Gujarat Science City) ઘણા એકવેટિક અને સેમી એકવેટિક જીવોનું સંવર્ધન કરે છે હવે તેમાં પેંગ્વિનનો પણ સામેલ થઈ ચૂક્યા છે.

આ પ્રસંગે ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ કે, “ગુજરાત સાયન્સ સિટી 2.0 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યાર બાદ કોવિડ ગાઇડલાઇન સાથે 16 જુલાઇ 2021 એ ફરી શરૂ કરવામાં આવ્યું. ફરી ખૂલ્યું ત્યારથી સ્વચ્છ, હરિયાળા અને વિજ્ઞાન-શિક્ષણ તથા અનુભવના આદર્શ સ્થળ તરીકે બહોળા પ્રમાણમાં ઉત્સાહીઓ અને સામાન્ય નાગરિકોએ અહીની મુલાકાત લીધી છે.”

એકવેટિક ગેલેરી ખાતે પેંગ્વિનની રજૂઆત કરતાં તેમણે ઉમેર્યું “ગુજરાત સરકાર પર્યાવરણ અને તેની કુદરતી ઇકોસિસ્ટમને સુરક્ષિત રાખવા હમેશા કાર્યરત રહી છે. આફ્રિકન પેંગવીન ની આ મહત્વની પ્રજાતિ લુપ્ત થવાની ભીતિમાં છે અને તેમની સંખ્યા ઓછી થતી જાય છે.

અમદાવાદ સાન્યસ સીટીમાં આવેલી પેંગ્વિન ગેલેરી


ત્યારે અહી એકવેટિક ગેલેરી ખાતે આફ્રિકન પેઙ્ગિવ્ન નું મહત્વ એ છે કે ઉપયોગી શૈક્ષણિક અનુભવ અને કેવી રીતે માનવીય પ્રવૃતિઓ આવા પ્રાણીઓને લુપ્ત થવાની કગાર પર લાવી દે છે તે વિષે લોકોમાં જાગૃતિ દ્વારા આ પ્રજાતિના સંવર્ધન્ન ના સુયોગ્ય પ્રયત્નો વધારી શકાય. અમે આ અહીના અદભૂત જીવો વિષે જાણવાની તક આપીને ભાવિ પેઢીને સારી અને યોગ્ય પસંદગી દ્વારા સહુ જીવો સાથે જીવવા માટે પ્રેરિત કરવાનો ધ્યેય રાખીએ છીએ.”

આ પણ વાંચોઃ-હે રામ! અમદાવાદઃ સગી બહેને જ પરિણીત ભાઈને બીજે ગોઠવી આપ્યું, પત્નીએ કરી ફરિયાદ

પેંગ્વિન વિશે જાણવા જેવુ ગુજરાત સાયન્સ સિટીની એકવેટિક્સ ગેલેરીમાં રાખવામા આવેલા પેંગ્વિન આફ્રિકન પેંગ્વિન( સ્પેનિસ્ક્સ ડેમસર્સ) છે. પેંગ્વિનની આ પ્રજાતિ દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે વસે છે, પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ્ય માનવ સંભાળ હેઠળ પણ જીવે અને સંવર્ધન કરે છે.

આ પણ વાંચોઃ-Tarot predictions:ટેરો સાપ્તાહિક ભવિષ્ય: કર્ક રાશિના જાતકો સાથે થઇ શકે છે દગો, જાણો રાશિફળ

તમામ ઉમરના મુલાકાતીઓને પ્રાણીઓ વિષે જાણવાનું ગમશે અને પેંગ્વિન તો એક અનોખુ પ્રાણી છે. જૈવ વિવિધતાની ચર્ચા કરવાનો અને બાળકો તથા સામાન્ય નાગરિકો ને પ્રાણીઓના વસવાટ વિષે શીખવવાનો આ એક અદભૂત માર્ગ છે. ટિમોન, પુંબા, સ્વેન, મુશુ અને નિમો નામના આ પેંગ્વિન ને નામથી બોલાવો તો પણ સાંભળશે.

અમદાવાદ સાન્યસ સીટીમાં આવેલી પેંગ્વિન ગેલેરી


આ પેંગ્વિન માટે ખાસ 1400 સ્કેવર ફીટ ટેન્ક બનાવવા માં આવી છે જેની અંદર નું તાપમાન 18 ડિગ્રી સેટ કરવામાં આવ્યું છે.પેંગ્વિન હાથ માંથી માછલી નો ખોરાક લે છે અને જમે છે.   સાયન્સ સિટી જાણે મુલાકાતીઓનું સ્વર્ગ છે. તેની વૈશ્વિક કક્ષાની ગેલેરીઓ, જેમાં અકેવેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનો સમાવેશ છે તે તમામ ઉમરના મુલાકાતીઓને આકર્ષે છે એટલું જ નહીં પણ તેને રાજય અને રાષ્ટ્રના એક મહત્વપૂર્ણ વિજ્ઞાન પ્રવાસન સ્થળ તરીકે સ્થાપિત કરે છે. 17 જુલાઇ થી 30 નવેમ્બર સુધી કુલ 3,50000 થી વધુ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ-Ahmedabad news: હાઈ ટેક ચોર, youtube પર જોઈને ચોરી બનાવતા હતા ચોરીનો માસ્ટર પ્લાન

કેમ્પસ ખાતે તાજેતરમાં જ ત્રણ નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે , જેમાં 28 મીટર લાંબી વોકવે ટનલવાળી વિશ્વ ભરના જળ જીવોનો સમાવતી એકવેટિક ગેલેરી અને નેચર પાર્ક નો સમાવેશ છે. અધ્યતન 3D આઈમેકસ થિયેટર, હૉલ ઓફ સ્પેસ અને અન્ય પેવેલિયન્સ સાયન્સ સિટીની મુલાકાત લેવાનું વધુ એક કારણ છે. પેંગ્વિનની રજૂઆત સાથે વધુ એક યશકલગી ઉમેરાઈ છે.
Published by:ankit patel
First published:

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन