Home /News /gujarat /

ત્રીજા ચરણની ચૂંટણીમાં સૌથી વધુ ક્રિમિનલ કેસ જાહેર કરનારા ઉમેદવારોમાં ગુજરાત બીજું

ત્રીજા ચરણની ચૂંટણીમાં સૌથી વધુ ક્રિમિનલ કેસ જાહેર કરનારા ઉમેદવારોમાં ગુજરાત બીજું

પ્રતિકાત્મક તસવીર

ADR રિપોર્ટ મુજબ ત્રીજા તબક્કાના મતદાન અંતર્ગત આવતા રાજ્યોની 115 બેઠકોમાં સૌથી વધુ ક્રિમિનલ કેસ કેરલાના ઉમેદવારો પર ગુજરાત દેશમાં બીજુ

  ન્યૂઝ 18 ગુજરાતી : આગામી 23મી એપ્રિલે દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન થશે. આ મતદાનમાં દેશની 115 લોકસભાના ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે. આ ચૂંટણી પહેલાં જાહેર થયેલા એસોસિએશન ઑફ ડેમોક્રેટિક રિપબ્લિકના અહેવાલ મુજબ ગુજરાત રાજ્યની 13 બેઠકોના ઉમેદવારોએ પોતાના પર ક્રિમિનલ કેસ હોવાનો સોગંધનામામાં ઉલ્લેખ કર્યો છે. આ અહેવાલ મુજબ ગુજરાત દેશમાં બીજા ક્રમે છે જ્યારે કેરલા પહેલા ક્રમે છે.

  'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ મુજબ એક લોકસભા બેઠક પર ત્રણ કે તેથી વધુ ઉમેદવારે પોતાના પર ક્રિમિનલ કેસ નોંધાયો હોવાનો ઉલ્લેખ કર્યો હોય તેવી બેઠકો રેડ અલર્ટ બેઠકોમાં સમાવિષ્ઠ છે. એડીઆરના અહેવાલ મુજબ દેશમાં ત્રીજા તબક્કાની ચૂંટણીમાં આવી બેઠકોની સંખ્યા 63 છે જેમાંથી કેરળની 15 અને ગુજરાતની 13 બેઠકોનો સમાવેશ થાય છે.

  એડીઆરનો અહેવાલ ઉમેદવારની આર્થિક, ગુનાહિત, શૈક્ષણિક, લૈગિંક, વિગતોના આધારે તૈયાર થયા છે. રાજ્યમાં 26 બેઠકો પર ચૂંટણી લડી રહેલા 371 ઉમેદવારો પૈકીના 58 ઉમેદવારોએ પોતાના પર ક્રિમિનલ કેસ હોવાનો ઉલ્લેખ કર્યો છે, જ્યારે આ 58 પૈકીના 34 ઉમેદવારોએ તેમના પર ગંભીર ગુના હોવાનો ઉલ્લેખ કર્યો છે.

  અહેવાલમાં વધુમાં ટાંક્યા મુજબ ગુનાહિત પ્રવૃતિઓના કારણે કેસ નોંધાયો હોય તેવા રાજ્યના 58 ઉમેદવારો પૈકીના 10 ઉમેદવાર કોંગ્રેસના ચાર ઉમેદવાર ભાજપના હોવાનો ઉલ્લેખ કરાયો છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: ADR report, Criminal cases, Gujarat Loksabha Elections 2019, Loksabha elections 2019

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन