સુરત જિલ્લામાં ઉદ્યોગો શરૂ કરવા માટે 69 એકમોની અરજીને વહીવટી તંત્રની મંજૂરી

સુરત જિલ્લામાં ઉદ્યોગો શરૂ કરવા માટે 69 એકમોની અરજીને વહીવટી તંત્રની મંજૂરી
સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઇનના શોધકર્તાનો દાવો છે કે દુનિયાથી કોરોના વાયરસ 9 ડિસેમ્બરે નાબૂદ થશે. અને તે જ તર્જ પર ભારત (India)માંથી 26 જુલાઇએ કોરોના સંપૂર્ણ પણ પૂરો થઇ જશે. કોરોના વાયરસે દુનિયાભરના લોકોને ઘરે રહેવા મજબૂર કર્યા છે. હવે પહેલા જે વસ્તુઓ સામાન્ય લાગતી હતી જેમ કે પરિવાર સાથે બહાર ફરવા નીકળવું, ગાર્ડનમાં ચાલવા જવું કે પરિવારના કોઇ સંબંધીઓને મળવા જવું તે પણ ખતરા સમાન અને પહેલાની વાત લાગવા લાગી છે. તમામ લોકોના મનમાં બસ તે જ વાત ફરી ફરીને આવી રહી આ લોકડાઉન ક્યારે પૂરું થશે. ત્યારે સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇનના શોધકર્તાઓ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડ્રિવેન ડેટા એનાલિસિસના આ રિપોર્ટે લોકો માટે આશાનું કિરણ બનીને આવ્યો છે.

સુરત શહેરની બહાર સચિન જીઆઈડીસી, હજીરા, કીમ અને પીપોદરા વિસ્તારના એકમોને શરતી મંજુરી

  • Share this:
સુરત : રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના હાહાકાર વચ્ચે મહાનગર પાલિકા અને નગર પાલિકાના હદ વિસ્તાર બહાર આવેલા ઉદ્યોગોને ચોક્કસ શરતો સાથે શરૂ કરવાની મંજુરીને સુરત જિલ્લામાં બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલ 262 એકમો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી છે. જે પૈકી જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ દ્વારા 69 એકમોને શરૂ કરવાની મંજુરી આપવામાં આવી છે.

લોકડાઉનના બીજા તબક્કા સાથે જ રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ - ધંધાના હિતમાં આકરી શરતો સાથે એકમો શરૂ કરવાની તૈયાર દાખવી હતી. જેના ભાગરૂપે રાજ્યમાં આવેલ તમામ મહાનગર પાલિકા અને નગર પાલિકા હદ વિસ્તાર બહાર આવેલ 262 એકમો દ્વારા આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે ઓનલાઈન અરજી કરવામાં આવી છે. જે અરજીઓ પૈકી 69 એકમોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ એકમો દ્વારા રાજ્ય સરકારના નીતિ - નિયમોના પાલનની બાંહેધરી પણ પુરી પાડવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે ઉદ્યોગોને શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે તે મોટા ભાગના સચિન જીઆઈડીસી, હજીરા, કીમ અને પીપોદરા વિસ્તારમાં આવેલ છે. ગઈકાલે 4500 અરજીઓ પૈકી 77 એકમોને ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે.બીજી તરફ આજે પણ શહેરી વિસ્તારમાં આવેલ ડાયમંડ અને ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા એકમો દ્વારા પણ અરજીઓ કરવામાં આવી છે. જાકે સુરત મહાનગર પાલિકાની હદ વિસ્તાર અને કોરોના વાયરસની ભીતિને ધ્યાનમાં રાખીને આ તમામ અરજીઓને હાલ દફતરે કરવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
Published by:News18 Gujarati
First published:April 20, 2020, 23:13 pm

ટૉપ ન્યૂઝ