અધ્યયન સુમનની આત્મહત્યાનાં ખોટા સમાચાર VIRAL, એક્ટરે કહ્યું, 'જો મરી ગયો છુ તો શું આ મારું ભૂત છે?'

અધ્યયન સુમનની આત્મહત્યાનાં ખોટા સમાચાર VIRAL, એક્ટરે કહ્યું, 'જો મરી ગયો છુ તો શું આ મારું ભૂત છે?'
(Photo Credit-@adhyayansuman/Instagram)

અધ્યયન સુમન (Adhyayan Suman Suicide News) એ પણ તેની આત્મહત્યાની ખબર પર પ્રતિક્રિયા આપી છે. તેણે તેનાં મોતનાં ખોટા સામાચારને શરમજનક ગણાવ્યાં અને કહ્યું કે, તે અને તેમનો સંપૂર્ણ પરિવાર હજુ સુધી હતપ્રત છે. જ્યારે આ વાત તેમની માએ સાંભળી તે પરેશાન થઇ ગઇ અને તેમને વારંવાર ફોન કરી રહી હતી.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર અને સિંગર અધ્યયન સુમન (Adhyayan Suman)એ આખરે તેની આત્મહત્યાની અફવા પર પ્રતિક્રિયી આપી છે. તેનાં પહેલાં તેનાં પિતા અને એક્ટર શેખર સુમન (Shekhar Suman)એ દીકરાની આત્મહત્યાનાં ખોટા સમાચાર પર પ્રતિક્રિયા આપતાં અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ લિગલ એક્શન લેવાની વાત કરી હતી. હવે અધ્યયન સુમન (Adhyayan Suman Suicide News) એ તેની ખબર પર પ્રતિક્રિયા આપી છે. અને પોતાનાં મોતનાં ખોટા ખબરને શરમજનક ગણાવ્યાં છે. અને કહ્યું કે, તે અને તેમનો સંપૂર્ણ પરિવાર હજુ સુધી હતપ્રત છે. જ્યારે આ વાત તેમની માએ સાંભળી તે પરેશાન થઇ ગઇ અને તેમને વારંવાર ફોન કરી રહી હતી.

  અધ્યયને કહ્યું કે,'મારી મા સુધી જ્યાંરે આ ખબર પહોંચી તો તેઓને ઉંડો આધાત લાગ્યો છે. મને કોલ કરવાનું તેમણે શરૂ કરી દીધુ. પણ હું જવાબ ન આપી શક્યો કારણ કે તે સમયે હું એક મીટિંગમાં હતો. ' આપને જણાવી દઇએ કે, આ અઠવાડિયે જ એક ન્યૂઝ ચેનલે ભૂલથી અધ્યયન સુમનની આત્મહત્યાની ખબર ચલાવી હતી જેનાં પર પ્રતિક્રિયતા આપતાં તેણે કહ્યું કે, 'ભાઇ જો મે આત્મહત્યા કરી લીધી હોત તો શું આ મારું ભૂત વાત કરી રહ્યું છે આપનાંથી કદાચ. ભાઇ આ ખુબજ શરમજનક વાત છે.'  મોતનાં ખોટા સમાચાર ફેલાયા બાદ મચેલી ઉથલ પાથલ પર વાત કરતાં તેણે વધુમાં કહ્યું કે, 'હું એક મીટિંગમાં હતો. જ્યારે લોકોએ મને કોલ કરવાનાં શરૂ કર્યા ત્યારે મે ફોન ન ઉઠાવ્યો જે બાદ લોકો પરેશાન થઇ ગયા. અહીં સુધી કે મારી માતાનાં ફોન આવતા હતાં. તો મે તેમનો કોલ પણ નહોતો ઉપાડ્યો. સાવ સામાન્ય વાત હતી પણ તે ખુબજ પરેશાન થઇ ગઇ હતી. આ ખુબ ખોટુ છે.'

  તેણે વધુમાં કહ્યું કે, આ સાંભળવું કે આપનાં બાળકનું મોત થઇ ગયુ છે. ખુબજ અજીબ છે. આ પ્રકારની ખબર આખરે કેમ ફેલાવવી. આપે મારા વિશે આવી વાત કેમ લખી. હું મારાં જીવનમાં ખુશ છું. અને ખુબ મહેનત કરું છુ. મને આત્મહત્યા કરવાની જરૂર છે. હું નથી ઇચ્છતો કે કોઇ આત્મહત્યાથી મરે. આપ કોઇનાં વિશે આવી ખબર કેવી રીતે ફેલાવી શકો છો.''
  Published by:Margi Pandya
  First published:February 23, 2021, 11:49 am

  ટૉપ ન્યૂઝ