ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે એગ્રેસિવલી પ્લાનિંગ શરૂ કર્યું છે : મનોજ દાસ

ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે એગ્રેસિવલી પ્લાનિંગ શરૂ કર્યું છે : મનોજ દાસ
ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે એગ્રેસિવલી પ્લાનિંગ શરૂ કર્યું છે : મનોજ દાસ

ન્યૂઝ 18 ગુજરાતી સાથે એડીશનલ ચીફ સેક્રેટેરી ઓફ ચીફ મિનિસ્ટર અને એડીશનલ ચીફ સેક્રેટેરી ઓફ ઇન્ડસ્ટ્રી મનોજ દાસની ખાસ વાતચીત

  • Share this:
ગાંધીનગર : છેલ્લા બે વર્ષમાં દેશ અને દુનિયામાં ચર્ચાનો, મુસીબતનો અને કઠિન પરીક્ષાનો સમયને વિષય રહ્યો હોય તો તે કોરોના છે. 2020માં કોરોનાની પ્રથમ લહેર વખતે જ દેશવ્યાપી લોકડાઉન લગાવી દેવાતા તે સમયે પ્રજાએ સહન ના કરવું પડ્યું જે આ બીજી લહેરમાં સહન કરવું પડ્યું છે. જયાં સુધી ગુજરાતની વાત છે ત્યા સુધી ઓક્સિજનની અછત અને રેમડેસિવીર ઇન્જેક્શનની અછતને લઇને રાજ્ય સરકાર ઉપર ખૂબ પસ્તાળ પડી છે. પરંતુ રાજ્ય સરકારે મજબૂતાઇથી તમામ પરિબળો સામે લડાયક મિજાજ સાથે ક્ષમતાથી ઉભરી આવાનો પ્રયાસ કર્યો, જેમા તેઓ મહદઅંશે સફળ પણ રહ્યા છે. આ લડાઇ કેટલી પડકારનજક રહી અને હવે આગામી ત્રીજી લહેર માટે રાજ્ય સરકારની કેવી તૈયાર છે તે મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ સીએમ સેક્રેટેરી અને ઇન્ડસ્ટ્રીના એડીશનલ ચીફ સેક્રેટરી મનોજ દાસ સાથે ખાસ વાતચીત કરી છે.

ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં લો પ્રોફાઇલ રહીને સદાય ચહેરા પર સ્મિત સાથે વાત કરતા અધિકારી મનોજ દાસે તમામ પ્રશ્નોના નિખાલસ ઉત્તર આપતા કહ્યું કે તેઓએ ધાર્યું ન હતું કે રોજીંદા સમયમાં ઇન્ડસ્ટ્રી સિવાય મેડિકલ ક્ષેત્રે ઓક્સિજનની રોજની જે મામૂલી ખપત હતી તે જરુરિયાત વધીને 1200 ટને પહોંચશે. તેઓએ કહ્યું કે ઓક્સિજનનું નિયંત્રણ કેન્દ્રએ હાથમા લેતા ગુજરાતના ફાળે માત્ર 975 ટન ઓક્સિજન આવતો હતો ને જરુરિયાત ૧૨૦૦ ટનની હોવાથી સૌથી પહેલા તો તેઓએ પીએસએ પ્લાન્ટ કાર્યરત કરાવીને 100 ટન વધારાનો ઓક્સિજન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બંધ મિલોમાં નાના મોટા ફેરફાર કરાવીને જે મિલોમાં ઉદ્યોગો માટેના ઓક્સિજન યુનિટ હતા તેને ફરી ચાલુ કરાવ્યા. નાઇટ્રોજન પ્લાન્ટમાં નાના મોટા ટેકનોલોજીકલ ફેરફાર સાથે તેને ઓક્સિજનનું ઉત્પાદન કરતા કર્યા. ઓક્સિજન ઉપલબ્ધ તો થયો પરંતુ કટોકટ ઓક્સિજન હોવાને કારણે તેની વહેંચણી પ્રોપર થાય તે માટે જિલ્લાને રાજ્ય લેવલે કંટ્રોલ રુમ શરુ કર્યા. ઓક્સિજનને એક જગ્યાએ થી બીજી જગ્યા એ પહોંચાડવા ઓક્સિજન ટેન્કરને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સનો દરજ્જો અપાયો જેથી ફાસ્ટ મુવીંગ થઇ શકે. સામાન્ય રીતે ઓક્સિજન વહન કરવા માટે માઇનસ 183 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાનની જરુર પડે છે. આવા સમયે આવા ટેન્કરો પણ ખૂટી પડતા નાઇટ્રોજન ટેન્કરને રાતોરાત ઓક્સિજન ટેન્કરમાં કન્વર્ટ કર્યા હતા.આ પણ વાંચો - વલસાડ : 42500 રૂપિયા પડાવી લીધા તો પણ મોતના સોદાગરે ઇન્જેક્શન ના આપ્યું, દર્દીનું મોત

જોકે આટલા પ્રયત્નો છતાં પણ હાલ 1200 ટનની જરુરિયાત સામે 1100 ટન ઓક્સિજન ઉપલબ્ધ થઇ શકે છે. ત્યારે તેઓનો પ્રયત્ન છે કે હજુ વધુ 100 ટન ઓક્સિજન ગુજરાતને ઉપલબ્ધ થઇ શકે. ગુજરાતમાં એક પણ વ્યક્તિનું મોત ઓક્સિજન વગર ના થાય તેવો રાજ્ય સરકારનો ધ્યેય છે.
ઓક્સિજનની સાથે સાથે રેમડેસિવીર ઇન્જેક્શનની શોર્ટેજ પણ સમગ્ર દેશમાં જોવા મળી હતી. ઉત્પાદન ની સરખામણીએ માંગ એટલી મોટી હતી કે અન્ય રાજ્યોને માંડ 5000 ઇન્જેક્શન એક મહિને ઉપલબ્ધ થાય તેવી સ્થિતિ હતી. પરંતુ આવી સ્થિતિમાં ગુજરાત સરકારે 1 એપ્રિલ થી 5 મે સુધીમા 7 લાખ રેમડેસિવીર ઉપલબ્ધ કરાવાનો સૌથી મેજર ટાસ્ક પાર પાડ્યો છે, તેનો તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.

તમામ સફળતાનો શ્રેય સીએમ રુપાણીને આપતા આ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રીજી લહેર માટે હાલ રાજ્ય સરકારે એગ્રેસિવલી પ્લાનિંગ શરૂ કર્યું છે. એક્સપર્ટસ, તબીબોની ટીમ, રિસર્ચની ટીમ, વૈજ્ઞાનિકો, ઈન્ફાસ્ટ્રક્યરના એક્સપર્ટસની મીટિંગો શરુ કરી છે. ત્રીજી લહેર માટે જરૂરી તૈયારી રાજ્ય સરકાર ગંભીરતાથી કરી રહી છે. બીજી લહેર ખાળવી છે ને ત્રીજી લહેર દરમ્યાન વેલ પ્રીપેર્ડ રહેવુ છે. આ માટે મેક્સિમમ વેકસીનેશન પર અને નવી કોવિડ હોસ્પિટલો ઉભી કરવા પાછળ તેમનું ફોકસ છે. તેમણે જણાવ્યું હતું કે 15 મે સુધી વેક્સીનના 11 લાખ ડોઝ આવશે. જેમ જેમ જથ્થો આવશે તેમ જૂનમાં વધુ જિલ્લાઓને રસીકરણ ઝુંબેશમાં ઉમેરી શકાશે.

મનોજ દાસે જણાવ્યું હતું કે 100 વર્ષ પહેલાં સ્પેનિશ ફલૂ નામની મહામારી આવી હતી. 100 વર્ષ પહેલાં લોકોએ આ મહામારીને હરાવી હતી. કોરોનાની પહેલી લહેર વખતે આટલી વ્યવસ્થા ન હતી પણ બીજી લહેરમાં આપણી પાસે બધી વ્યવસ્થા છે. ગુજરાત પાસે ડોક્ટરો છે, ઓક્સિજન છે, રેમડેસિવીર છે. રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે અને હજુ વધુ વ્યવસ્થા કરીશું. તેમણે જણાવ્યું હતું કે ગામડાઓમાં પણ કોરોના પર કાબુ મેળવવા કામ હાથ ધરેલ છે. ગામડાઓમાં જાગૃતતા વધારવાના પ્રયત્ન હાથ ધરેલ છે. સૌ સાથે મળીને લડીશું તો ચોક્કસ જીત આપણી થશે.
Published by:Ashish Goyal
First published:May 11, 2021, 20:46 pm

ટૉપ ન્યૂઝ