ટોલીવુડ એક્ટ્રેસ (Tollywood Actress) શાલુ ચૌરસિયા (Shalu chourasiya) સાથે એક મોટી અપ્રિય ઘટના બની છે. હૈદરાબાદના ટોની બંજારા હિલ્સમાં કેબીઆર પાર્ક (KBR Park) પાસે એક અજાણ્યા વ્યક્તિએ શાલુ પર હુમલો (Attack on Shalu chourasiya) કર્યો હતો અને આ દરમિયાન તેને ઈજા થઈ હતી એટલું જ નહીં તેનો મોબાઈલ (Mobile) પણ છીનવાઈ ગયો હતો. આ ઘટના રવિવારની (14 નવેમ્બર) રાત્રે લગભગ 8.30 વાગ્યાની આસપાસની છે, પાર્કમાં ચાલતી અભિનેત્રી પર એક અજાણ્યા વ્યક્તિએ અચાનક હુમલો (Attack on Actress) કર્યો અને તેનો ફોન પડાવી લેવા ઝપાઝપી કરી.
અકસ્માત (Accident) બાદ ‘O Pilla Nee Valla’ ફેમ શાલુએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ તેને પહેલા પૈસા અને કિંમતી વસ્તુઓ સોંપવા કહ્યું હતું. જ્યારે તેણે ઇનકાર કર્યો ત્યારે અચાનક હુમલાખોરે તેના મોઢા પર મુક્કો માર્યો અને તેના પર પથ્થર વડે હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો. આ પછી તેને ઠોકર પણ મારી, ત્યારબાદ હુમલાખોર તેનો મોબાઈલ ફોન છીનવીને ભાગી ગયો. આ ઘટનામાં અભિનેત્રીને માથા અને આંખ પરપ ઈજા થઈ હતી અને તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.
અભિનેત્રીની ફરિયાદના આધારે બંજારા હિલ્સ પોલીસે (Banjara hills hyderabad police) કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હુમલાખોરને ઓળખવા માટે તે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરી રહ્યા છે. પોલીસ ટીમ ફોનના IMEI અથવા ટાવર લોકેશન દ્વારા હુમલાખોરનું ઠેકાણું શોધવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. તમને જણાવી દઈએ કે, શહેરના આ મોટા KBR પાર્કમાં સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓ સવાર કે સાંજની ફરવા માટે અવારનવાર આવતા હોય છે. પાર્કની આસપાસ ચેઈન સ્નેચિંગના બનાવો પણ સામે આવ્યા છે.
2014માં એક વ્યક્તિએ ઓરોબિંદો ફાર્મા (aurobindo pharma)ના એક્ઝિક્યુટિવ કે નિત્યાનંદ રેડ્ડી (nityananda reddy) પર એકે-47 વડે ગોળીબાર કર્યો હતો. દરમિયાન તેઓ મોર્નિંગ વોક બાદ પોતાની કારમાં બેઠા હતા. જોકે, આ અકસ્માતમાં રેડ્ડીનો જીવ બચી ગયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર