કચ્છમાં સંપાદિત જમીન મામલો, હાઇકોર્ટે નવા માલિકને વળતર ચુકવા આદેશ આપ્યો

News18 Gujarati
Updated: January 20, 2020, 11:06 PM IST
કચ્છમાં સંપાદિત જમીન મામલો,  હાઇકોર્ટે નવા માલિકને વળતર ચુકવા આદેશ આપ્યો
ફાઇલ ફોટો

હાઇકોર્ટનો રાજ્ય સરકારને સવાલ: વળતરની રકમ ક્યારે ચૂકવશો? રાજ્ય સરકારે જવાબ આપવા બે દિવસનો સમય માંગ્યો

  • Share this:
અમદાવાદ : કચ્છના નાની છેર ગામની જમીન સંપાદન વળતર મામલે હાઇકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. સરકારને નવા જમીન માલિકને વળતર ચુકવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે. સરકાર દ્વારા કોર્ટમાં એક્શન ટેકન રીપોર્ટ રજુ થયો હતો. રિપોર્ટ માં જણાવ્યું હતું કે જુના માલિકોની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે તથા ડેપ્યુટી મામલતદાર પી.એમ. સોદ્ધા અને જમીન સંપાદન અધિકારી એસ. પી. મુનિયા વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઇકોર્ટે નોંધ્યું હતું કે આ બધાંથી વળતરના હકદાર અરજકર્તા ને વળતર નહીં મળે તેથી હાઇકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો કે વળતરની રકમ ક્યારે ચૂકવશો? રાજ્ય સરકારે જવાબ આપવા બે દિવસનો સમય માંગ્યો છે.

કચ્છમાં રાજ્ય સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી જમીનનું વળતર સરકારે જમીનના જૂના માલિકને ચૂકવી દીધું હોવાનો આક્ષેપ કરતી પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. કચ્છ કલેકટર ગુજરાત હાઇકોર્ટમાં હાજર રહી એફિડેવિટ રજૂ કરી હતી. જેની અંદર ઘણા ડોક્યુમેન્ટ હતા. જેમાં જુના માલિકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી તે પણ હતી. એફઆઈઆર વાંચતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે એફઆઇઆરમાં આરોપી તરીકે રેવન્યુ અધિકારીઓનું નામ કેમ નથી. જો એમનાથી જ આવી ભૂલ થઈ હોય તો એમને આરોપી કેમ નથી બનાવ્યા? એને જવાબમાં સરકારે કહ્યું હતું કે એમના સામે નોટિસ કાઢી છે. ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી કરવા માટે અને એપ્રુવલની રાહ જોઈ રહ્યા છીએ અને જો એમાં તથ્ય દેખાય તો કાયદાકીય જે પગલાં લેવાય તે લઈશુ. અમે એમની સામે પગલાં લઈશું અને એમને પણ નહીં બક્ષીએ. બીજું એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે જુના માલિકોની જે બીજી જમીન છે એના ઉપર રિકવરીની રકમનો બોજો નાખવામાં આવ્યો છે તથા જુના માલિકોને રકમની રીકવરી માટેની નોટિસ પાઠવવામાં આવી છે. હાઈકોર્ટે એ પણ નોંધ્યું હતું કે નવા માલિકનું એટલે કે અરજદારનું નામ રેવન્યુ રેકોર્ડ ઉપર નથી આવ્યું, તેના માટે કોર્ટમાં અલગથી પ્રોસિડિંગ્સ કરવામાં આવી જોઈએ. બે વખત નોટિસ બજ્યા છતાં જુના માલિકો હાજર ન રહેતા હાઇકોર્ટ નારાજ થઈ હતી અને તેમના વિરુદ્ધ બેલેબલ વોરંટ કાઢયું હતું જોકે ત્યારબાદ જુના માલિકો કોર્ટમાં હાજર થતાં કોર્ટે વોરંટ રદ કર્યુ હતું.

અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકાર અને ક્ચ્છ જીલ્લા કલેક્ટરને નોટિસ પાઠવી હતી તેમજ કલેક્ટરને સમન્સ પાઠવી નવમી ડિસેમ્બરના રોજ હાઇકોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ કર્યો હતો તથા યોગ્ય પગલાં લઈ એફિડેવિટ સ્વરૂપે રિપોર્ટ ફાઈલ કરવા કહ્યું હતુ. જેથી ક્ચ્છ જીલ્લા કલેક્ટરે જાતે હાજર રહી કોર્ટને એફિડેવિટ સુપરત કર્યું હતું. આ એફિડેવિટ યોગ્ય ના હોય તથા હાઈકોર્ટે કરેલાં ઓર્ડર મુજબનું ન હોઇ હાઇકોર્ટ ખફા થઈ હતી અને કડક વલણ અપનાવતા ક્ચ્છ જીલ્લા કલેક્ટરને ઠપકો આપ્યો હતો અને યોગ્ય પગલાં લઈ તથા જરૂર જણાય તો જુના માલિક સામે FIR નોંધાવી અને વળતર રૂપે આપેલ નાણાં રિકવર કરી આગામી મુદ્દતે ક્ચ્છ જીલ્લા કલેક્ટરે જાતે કોર્ટ સમક્ષ એફિડેવિટ ફાઇલ કરવા જણાવ્યું હતું.

કચ્છના લખપત તાલુકાના નાની છેર ગામના એક અરજદારની રજૂઆત હતી કે તેમણે વર્ષ 2006માં આ ગામમાં જમીન લીધી હતી. આ જમીનના પૈસા ચૂકવી ખરીદીની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. વર્ષ 2011માં અહીં રાજ્ય સરકારે ગુજરાત મિનરલ કોર્પોરેશન લિમિટેડના એક પ્રોજેક્ટ માટે જમીન સંપાદિત કરી હતી અને તેમાં તેમની જમીનનો પણ સમાવેશ થતો હતો. જો કે આ જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમીનનું વળતર તેમને નહીં પરંતુ જૂના માલિકને ચૂકવવામાં આવ્યું છે. વળતર માટે તેમણે સ્થાનિક કક્ષાએ ધણી રજૂઆતો કરી છે પરંતુ આજદિન સુધી તેમને કોઇ પ્રતિસાદ મળ્યો નથી. સ્થાનિક મહેસૂલ વિભાગને પણ જાણકારી છે કે વર્ષ 2006માં તેમણે જમીન ખરીદી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ નથી.
First published: January 20, 2020, 11:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading