આચાર્ય દેવવ્રત ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે નિમાયા

આચાર્ય દેવવ્રતને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પદેથી બદલી કરી ગુજરાતના રાજ્યપાલ બનાવાયા

આચાર્ય દેવવ્રતને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પદેથી બદલી કરી ગુજરાતના રાજ્યપાલ બનાવાયા

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : ઓપી કોહલીનો ગુજરાતના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર પૂરો થતાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની બદલી કરી ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

  ઉલ્લેખનીય છે કે, આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનતાં પહેલા હિમાચલના કુરુક્ષેત્રના ગુરુકુળના આચાર્ય હતા. 18 જાન્યુઆરી 1959ના રોજ જન્મેલા આચાર્ય દેવવ્રત ગુરુકુળમાં 1981થી આચાર્ય હતા. આ સંસ્થાનું સંચાલન આર્ય પ્રતિનિધિ સભા, રોહતક દ્વારા કરવામાં આવી રહ્યું છે.

  રાષ્ટ્રપતિ ભવનથી પ્રાપ્ત જાણકારી અનુસાર, બંને રાજ્યપાલોની નિયુક્તિના આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રત અને કલરાજ મિશ્ર પોતપોતાના રાજ્યોમાં પોતાના પદ સંભાળ્યા બાદથી તેમની નિયુક્તિ પ્રભાવી થશે.

  આચાર્ય દેવવ્રતને પંજાબ યુનિવર્સિટીમાંથી 1984માં હિન્દીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવાના અભિયાનમાં તેમણે યોગદાન આપ્યું છે. આચાર્ય દેવવ્રત બેટી બચાવો બેટી પઢાઓ અને મહિલા ભૃણ હત્યા સામેના કેમ્પેન સાથે નિકટતાથી જોડાયેલા રહ્યા છે.

  હિમાચલ પ્રદેશના રાજ્યપાલનો હોદ્દો સંભાળતાથી સાથે જ તેઓએ સામાજિક મુદ્દાઓના નિવારણ પર કામ શરૂ કર્યુ હતું. નશીલા પદાર્થો સામેની કામગીરી અને અસહિષ્ણુતા પર તેમણે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: