ગુજરાતના 'રૂસ્તમ'ની સજા રદ કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી

News18 Gujarati
Updated: April 3, 2019, 8:18 AM IST
ગુજરાતના 'રૂસ્તમ'ની સજા રદ કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી
જીગર વ્યાસની ફાઇલ તસવીર

વર્ષ 2015માં આર્મીમેને ગોળી મારીને કરી હતી દેવેન્દ્ર શર્માની હત્યા, ભાવનગરની નીચલી કોર્ટે આર્મીમેનને હત્યાના ગુનામાં હતો દોષિત માન્યો હતો

  • Share this:
સંજય જોષી, અમદાવાદ: કાશ્મીરમાં ફરજ બજાવતા આર્મીમેનની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી છે. આર્મી મેન જીગર વ્યાસે પત્ની પર આડા સંબંધની શંકા રાખી કરી ત્રાહિત વ્યક્તિની હત્યા કરી હતી, વર્ષ 2015માં આર્મીમેને ગોળી મારીને કરી હતી દેવેન્દ્ર શર્માની હત્યા, ભાવનગરની નીચલી કોર્ટે આર્મીમેનને હત્યાના ગુનામાં હતો દોષિત માન્યો હતો, આરોપી આર્મીમેને હાઇકોર્ટમાં સસ્પેન્ડિંગ ઓફ સેન્ટટેન્સની અરજી કરી હતી જે, હાઇકોર્ટની ડબલ બેંચે અરજીને ફગાવી છે.

ગુજરાતના રુસ્તમ કેસ તરીકે જાણીતા આ ચકચારી બનાવની વિગતો એવી છે કે વર્ષ 2015માં ગુજરાતના ભાવનગરના નિવાસી આર્મીમેન જીગર વ્યાસે પત્ની ચેતના સોલંકીના આડા સંબંધોની જાણ થતા પત્નીના પ્રેમી દેવેન્દ્ર શર્માની ગોળી મારી હત્યા કરી નાખી હતી. અહેવાલો મુજબ દેવેન્દ્ર શર્માએ વર્ષ 2015માં ચેતના સોલંકી સાથે સંસાર પણ શરૂ કરી દીધો હતો. ચેતના સોલંકી અને જીગર વ્યાસ વચ્ચે છુટ્ટાછેડાની અરજી પણ મૂકવામાં આવી હતી પરંતુ કેસ પતે તે પહેલાં પત્નીએ બીજો સંબંધ રાખી દેતા આર્મીમેને ચેતના સોલંકીના પ્રેમી દેવેન્દ્ર શર્માનું મર્ડર કર્યુ હતું. પોલીસે ચેતનાની ફરિયાદના આધારે આર્મીમેન પર ગુનો નોંધ્યો હતો જોકે, આર્મીમેન જીગરે એવી કેફિયત કરી હતી કે મર્ડર તેની પત્ની દ્વારા કરવામાં આવ્યું છે અને તેનના પર આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતનાં 'રુસ્તમ'ને દેશની સેવા કરવા જોઇએ છે જામીન

ગુજરાત હાઇકોર્ટમાં આર્મીમેને કરેલી અરજી હાઇકોર્ટની ડબલ બેંચે ફગાવી છે. ભાવનગરની નીચલી અદાલતે આર્મીમેનને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. અહેવાલો મુજબ આર્મીમેનને સાત આતંકવાદીઓને એક તબક્કે મારી નાખ્યા હતા જેના કારણે તેને સાત મેડલ પણ આપવામાં આવ્યા હતા.
First published: April 3, 2019, 8:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading