Home /News /gujarat /VIDEO: શું આજેઠા ગામે 25 શ્વાનોની સામુહિક હત્યા થઇ? ચોંકવાનારા વીડિયો અને ફોટો આવ્યા સામે
VIDEO: શું આજેઠા ગામે 25 શ્વાનોની સામુહિક હત્યા થઇ? ચોંકવાનારા વીડિયો અને ફોટો આવ્યા સામે
આ ઘટનાના વીડિયો વાઇરલ થતા ભારે ચકચાર ફેલાઇ ગઇ છે.
છેલ્લા 24 કલાકથી જોર પકડ્યું છે. આ બાબતે હવે ધારાસભ્યએ દોડી આવવું પડયું છે. જો કે ભગવાન બારડે દાવો કર્યો છે કે આજોઠામા ઘણા શ્વાન હજુ પણ છે અને જે શ્વાનના બચ્ચાની હત્યાની વાત હતી તે બચ્ચાં પણ અહીં સામે જ છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથના આજેઠા ગામના ચોંકાવનારા ફોટો અને વીડિયો વાઇરલ થયા છે. આરોપ લાગ્યો છે કે આજોઠા ગામે 25 શ્વાનોની સામુહિક હત્યાકાંડ કરાયો છે? આ સમગ્ર મામલે તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ આજોઠા ગામે પહોંચ્યા હતાં.
ગીર સોમનાથના આજેઠા ગામના એક ચોંકવાનારા વીડિયો અને ફોટો સામે આવ્યા છે. આ ફોટા અને વીડિયોમાં ગામના યુવાનો હાથમાં લાકડી અને ધોકા લઈ શ્વાનો શોધતા હોઈ તેવા વીડિયો વાઇરલ થયા છે. એટલું જ નહીં શ્વાનના બચ્ચાને કોથળામાં પુરતા હોવાના ફોટો વાઇરલ થતા ખળભળાટ મચ્યો છે. જીવદયા પ્રેમી રાજેન્દ્રભાઇ શાહે આ સમગ્ર મામલે કલેકટરને આવેદન પત્ર પાઠવી આક્ષેપ કર્યો છે કે અહીં શ્વાનોની સામુહિક હત્યા કરાય છે. જો કે ગામના યુવાનો એ આ વાતને તદ્દન પાયા વિહોણી ગણાવી છે.
બીજી તરફ આ ઘટનાના વીડિયો વાઇરલ થતા ભારે ચકચાર ફેલાઇ ગઇ છે. તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ આજોઠા ગામે પહોંચ્યા હતા અને સોશિયલ મીડિયામાં જે પ્રમાણે શ્વાનોના હત્યાકાંડનો મામલો ચાલી રહ્યો છે તે ખોટો ચાલી રહ્યો છે. તે અફવા હોવાનું ભગવાન બારડે કહ્યું છે. તાલાળાના ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું કે, 'આજોઠા ગામે સમૂહ લગ્ન યોજાયા હતા તે સમયે અહીં એક કુતરીએ 4 બચ્ચાને જન્મ આપ્યો હતો. આ કુતરી એ 8 લોકોને બચકા ભર્યા, જેના કારણે તેને પકડી અને અન્ય જગ્યાએ પર ખસેડી તે વાત સાચી છે પણ કોઈ શ્વાનની હત્યા નથી થઈ.
હાલ આ ઘટનાએ છેલ્લા 24 કલાકથી જોર પકડ્યું છે. આ બાબતે હવે ધારાસભ્યએ દોડી આવવું પડયું છે. જો કે ભગવાન બારડે દાવો કર્યો છે કે આજોઠામા ઘણા શ્વાન હજુ પણ છે અને જે શ્વાનના બચ્ચાની હત્યાની વાત હતી તે બચ્ચાં પણ અહીં સામે જ છે. જેથી આવી અફવાઓ કોઈએ પણ ન જ ફેલાવવી જોઈએ.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર