અમદાવાદ : યુવતીને ATKTમાંથી પાસ કરાવી દેવાની લાલચ આપી ગેંગરેપ કરવાના ગુનામાં ફરાર ઝડપાયો

અમદાવાદ : યુવતીને ATKTમાંથી પાસ કરાવી દેવાની લાલચ આપી ગેંગરેપ કરવાના ગુનામાં ફરાર ઝડપાયો
આરોપી હાર્દિક શુક્લા પોલીસને લાંબા સમયથી હાથતાળી આપી રહ્યો હતો પરંતુ આખરે તે સાણસામાં આવી ગયો

યુવતીને ATKTમાં પાસ કરાવી આપવાની લાલચ આપી અને નરાધમોએ અલગ અલગ ઠેકાણે કેફી પીણુ પાઈ ગેંગરેપ કર્યો હોવાના સંગીન આરોપોમાં ફરાર એક શખ્સને ઝબ્બે કરતી ક્રાઇમ બ્રાન્ચ

  • Share this:
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રામોલ પોલીસ સ્ટેશનના ગુના માં ફરાર એક આરોપીની ધરપકડ કરી લીધી છે.આરોપી છેલ્લા ઘણા સમય થી ફરાર હતો અને તે અમદાવાદમાં હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચે( ahmedabad crime branch) તેની ધરપકડ કરી લીધી છે.આરોપી હાર્દિક શુક્લ અને તેના અન્ય આરોપીઓ સામે વર્ષ 2019માં ગેંગ રેપની ફરિયાદ દાખલ થઈ (Accused of ATKT gangrape case) હતી અને જેમાં યુવતીનું મોત પણ થયેલ. અમદાવાદમાં થયેલા આ ચકચારી ગેંગરેપ કેસમાં રાજ્યની બંને મોટી પાર્ટીની વિદ્યાર્થી પાંખોની સંડોવણી આવી હતી. ગત વર્ષે રેપ કેસમાં રામોલ પોલીસ સ્ટેશન બહાર બંને પક્ષના વિદ્યાર્થીઓે હોબાળો મચાવ્યો હતો. જોકે, આ મામલે કેટલાક આરોપીની ધરપકડમાં આરોપી હાર્દિક શુક્લા (Hardik shukla arrested) ફરાર હતો. પોલીસબેડામાં આવેલા પરિવર્તનની અસરના કારણે જૂના આરોપીઓ અને ફરાર આરોપીઓ પર તવાઈ બોલતા જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.

ઘટના કંઈ એમ હતી કે  પીડિતા સાથે વારવાંર ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને જેની પહેલા તેને કેફી પીણું પિવડાવી બેહોશ કરી દેવામાં આવતુ હતી.મળતી માહિતી પ્રમાણે યુવતિ શહેરની એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને જેમાં તેને ATKT આવતા તે ફોર્મ ભરવા ગઈ હતી ત્યારે એક યુવકે તેને ATKTમાં પાસ કરી દેવાની ખાતરી આપી તેની સાથે મિત્રતા કેળવી હતી અને ત્યાર બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.આ પણ વાંચો :   Breaking News : શાળાઓ ન ખુલે ત્યાં સુધી માત્ર ટ્યૂશન ફી લેવાનો આદેશ, સરળ હપ્તા કરવાની ટકોર

નોંધનીય છે કે એક યુવકે પહેલા આ યુવતિ સાથે બળાત્કાર કર્યો ત્યાર બાદ બીજા ત્રણ યુવકો આ યુવતિને ATKTમાં પાસ કરાવી દેવાની વાત કરી તેને અલગ-અલગ જગ્યાએ લઈ જઈ ગેંગ રેપ કર્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે યુવતિને ગર્ભવતી પણ બનાવી દીધો હતો અને જેથી યુવતિ શારિરીક અને માનષિક રીતે અસ્વસ્થ હતી. આ ગુના માં આગાઉ પણ અન્ય આરોપીઓ પકડાઈ ચુક્યા છે અને આરોપી હાર્દિક ફરાર હતો અને જેની તપાસ ચાલુ છે.

આ પણ વાંચો :   આશાનું કિરણ જન્મ્યું! ઝાયડસ કેડિલાની સ્વદેશી Vaccineના હ્યુમન ટ્રાયલ અંગે આવ્યા સારા સમાચાર
Published by:Jay Mishra
First published:August 05, 2020, 18:33 pm

ટૉપ ન્યૂઝ