VIDEO: આયુષ્માન થયો માતા-પિતાની સેક્સ લાઇફથી પરેશાન, જુઓ 'બધાઇ હો'નું ટ્રેલર

News18 Gujarati
Updated: September 11, 2018, 2:50 PM IST
VIDEO: આયુષ્માન થયો માતા-પિતાની સેક્સ લાઇફથી પરેશાન, જુઓ 'બધાઇ હો'નું ટ્રેલર

  • Share this:
મુંબઇ: આયુષ્માન ખુરાના અને સનાયા મલ્હોત્રાની ફિલ્મ આવી રહી છે 'બધાઇ હો'. ફિલ્મની સ્ટોરી ઘણી જ હટકે છે. ફિલ્મમાં ગજરાજ રાવ અને નિના ગુપ્તાની પેર બતાવવામાં આવી છે. તો સુરેખા શીકરી દાદીનાં રોલમાં છે.

આયુષ્માન ખુરાના તેનાં માતા-પિતાની સેક્સ લાઇફથી પરેશાન છે. કારણ કે તેની માતા અચાનક જ ગર્ભવતી થઇ જાય છે. જે બાદ સમાજ અને આસ-પાડોસનાં લોકોનાં ટોન્ટ અને આટલા મોટા બાળકો હોવાને કારણે તેઓ કેવી પરિસ્થિતિમાં મુકાય છે તેની હળવી કોમેડી ફિલ્મ છે.

આ ફિલ્મનો મુદ્દો તમે ક્યારેય ન વિચાર્યો હોય તેવો છે. માતા-પિતાની સેક્સ લાઇફથી પરેશાન આયુષ્માન શું કરે છે અને શું છે ફિલ્મમાં ખાસ તે જોવા માટે 19 ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે.

Published by: Margi Pandya
First published: September 11, 2018, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading