Home /News /gujarat /

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો AAP નેતા યુવરાજ સિંહના દાવો, કહ્યું- પેપર 10-12 લાખમાં વેચાયું

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાનો AAP નેતા યુવરાજ સિંહના દાવો, કહ્યું- પેપર 10-12 લાખમાં વેચાયું

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે (AAP leader Yuvraj Singh)દાવો કર્યો

GSSSB head clerks exam paper leaked - ગુજરાત રાજ્યમાં ફરી એક વખત પેપર લીક થવાનો આરોપ લાગ્યો

    અમદાવાદ : ગુજરાત રાજ્યમાં ફરી એક વખત પેપર લીક (GSSSB head clerks exam paper leaked)થવાનો આરોપ લાગ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે (AAP leader Yuvraj Singh)દાવો કર્યો છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Gaun Seva Pasandgi Mandal)દ્વારા લેવાયેલા હેડ ક્લાર્કની પરીક્ષાનું (GSSSB head clerks exam)પેપર એક દિવસ પહેલા લીક થયું હતું. પેપર 10 થી 12 લાખ રૂપિયામાં વેચાણ થયું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળે હેડ ક્લાર્કની 189 જગ્યા માટે પરીક્ષા યોજી હતી.

    યુવરાજ સિંહ જાડેજાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 12 ડિસેમ્બરે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવી વાત વહેતી થઇ હતી કે પેપર લીક થયું છે. આ વાતની લિંક પર અમે લોકો તેની પાછળ દોડ્યા હતા. પછી ખ્યાલ આવ્યો કે આ પેપર જે 12 તારીખે લેવામાં આવ્યું હતું તે એક દિવસ પહેલા જિલ્લાના સ્ટ્રોંગરૂમમાં આવી ગયું હતું. તેને કારણે શનિવારે રાત્રે 9 કલાકે હિંમતનગરના પુસા ગામે આવેલ ફાર્મહાઉસમાં 16 જેટલા વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા હતા. જેમાં પેપર સોલ કરવા માટે નિરીક્ષકને પણ રાખવામાં આવ્યા હતા. અલગ-અલગ પુસ્તકો પણ આપવામાં આવી હતી.

    આ પણ વાંચો - અમદાવાદ : પત્ની હોવા છતાં પ્રેમિકા સાથે બીજા લગ્ન કર્યા યુવકે, સવારે અને રાત્રે બે કલાક આવતો ને...

    યુવરાજ સિંહે વધુમાં કહ્યું હતું કે ત્યાં આ પેપર સોલ કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી 16 વિદ્યાર્થીને મળ્યું હતું અને પછી આ પેપર અલગ-અલગ જિલ્લામાં જેમા સુરેન્દ્રનગર, વડોદરા, ભાવનગર પહોંચ્યું હતું. મને વિદ્યાર્થીઓના ફોન અને મેસેજો આવ્યા હતા અને પછી અને તેની વધારે લિંક મળી હતી. પછી લાગ્યું કે આ પેપર ખરેખર લીક થયું છે. મારી પાસે પુરાવા છે પછી જ આરોપ લગાવ્યો છે. પેપર 10થી 12 લાખ રૂપિયામાં વેચાયું છે.

    આ પણ વાંચો - સુરત : રેસ્ટોરન્ટે પાકિસ્તાનના ફૂડ ફેસ્ટિવલના બેનર લગાવ્યા, બજરંગ દળે બેનર ફાડીને વિરોધ નોંધાવ્યો


    અત્રે ઉલ્લેખનીય છે કે, હેડ ક્લાર્ક માટે કુલ 2 લાખ 41 હજાર 400 ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી હતી. 782 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાઇ હતી. જેમાં ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને જામનગરના કેન્દ્રો પર બપોરે 12થી 2 પરીક્ષા લેવાઇ હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: GSSSB exam, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, પેપર લીક

    આગામી સમાચાર