Home /News /gujarat /AAP Gujarat: મહેશ સવાણી, વિજય સુવાળાએ કેમ છોડ્યો AAPનો સાથ? (ના)રાજીનામાના કારણો

AAP Gujarat: મહેશ સવાણી, વિજય સુવાળાએ કેમ છોડ્યો AAPનો સાથ? (ના)રાજીનામાના કારણો

AAP Gujarat Leader Resignation : આપમાંથી ત્રણ સભ્યોએ શા માટે રાજીનામું આપ્યું, શું છે આના કારણો

AAP Gujarat Resignations: મહેશ સવાણી (Mahesh Savani) Vijay Suvala (Vijay Suavala) અને આપના અમદાવાદ આપના યુવા ઉપાધ્યક્ષ નીલમ વ્યાસ (Nilam Vyas)એ ગઈકાલે આમ આદમી પાર્ટી છોડતા એક જ દિવસમાં આપની હેટ્રિક પડી

ઉત્તર ગુજરાતથી (North Gujarat) લઈને સાઉથ આફ્રિકા (south Africa) સુધી અને ઉત્તર પ્રદેશથી લઈને (Uttar Pradesh) સુરત (Surat) સુધી દેશ દુનિયા અને રાજ્યમાં જાણે પોતાના પદને (Resignation) છોડવાની મોસમ ખીલી હોય તેવો માહોલ છે. એક બાજુ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ (Virat Kohli Stepped Down as Test Captain) ટેસ્ટ કેપ્ટનશીપ છોડી તો બીજી બાજુ ઉત્તર પ્રદેશમાંથી ભાજપના મંત્રીઓ (Uttar pradesh BJP Leaders  Resinges party) અને ધારાસભ્યો પાર્ટી છોડી રહ્યા છે. આ બધા ઘટનાક્રમની વચ્ચે ગઈકાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના (Aaam Adami Party Gujarat Leaders Resignation) ત્રણ સભ્યોએ રાજીનામા આપ્યા. આ રાજીનામાંથી બે નેતાઓ મોટું નામ ધરાવે છે. આમ આદમી પાર્ટીના સુરતના નેતા અને ઉદ્યોગપતિ મહેશ સવાણી (Mahesh Savani), ઉત્તર ગુજરાતના નેતા અને ગાયક વિજય સુવાળા (Vijay suvala) અને અમદાવાદના યુવા ઉપાધ્યક્ષ નીલમ વ્યાસે (Nilam Vyas) રાજીનામું આપ્યું.

આ રાજીનામાના દોરમાં વિજય સુવાળા ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં ભાજપના થઈ ગયા. મોજમાં રેવું રે મોજમાં રેવું ભાજપની ફોજમાં રેવું ગીત લલકારતા લલકારતા સુવાળાએ કેસરિયા કરી લીધા. 12.00 વાગ્યે વિજય મહૂર્તમાં ભાજપમાં જોડાયેલા વિજય બાદ સાંજ પડતા જ આપ અમદાવાદના ઉપાધ્યક્ષ નીલમ વ્યાસ પણ પાર્ટીનો સાથ છોડી ભાજપમાં જોડાઈ ગયા.

સાંજે મહેશ સવાણીએ પત્રકાર પરિષદ કરી અને આપ છોડવાની જાણકારી આપી પરંતુ રાજનીતિના નવા જોડાણ અંગે હાલ કોઈ નિર્ણય ન કર્યો એવું ચોક્કસ કહ્યુ કે હું સેવાનો માણસ છું અને સેવા માટે જોડાવું પડે તો ક્યાંય પણ જોડાઈશ. છેલ્લા 24 કલાકથી રાજ્યમાં આ રાજીનામાની ખૂબ ચર્ચા છે. જોકે, આ રાજીનામાં અચાનક નથી આવ્યા. આ રાજીનામા છેલ્લા કેટલાક સમયના ઘટનાક્રમનો નીચોડ છે. આવો જાણીએ આ રાજીનામાના કારણો શું હોઈ શકે છે

શું કહ્યું મહેશ સવાણીએ

મહેશ સવાણીએ રાજીનામું આપ્યા બાદ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું 'લોકો એવું કહેતા કે રાજકારણમાં જાવ તો લોકોની સેવા વધારે કરી શકાય. અત્યારે પણ મને આમ આદમી પાર્ટીમાં કોઈ સમસ્યા નથી. છેલ્લા એકાદ મહિનાથી મને ડાયાબિટીસ છે. મારું પરિવાર મારી ચિંતા કરે છે. મને ઘણા બધા લોકો કહેતા હતા કે તમે રાજનીતિના માણસ નથી એટલે મેં સેવા કરવા માટે રાજકારણ છોડવાનો નિર્ણય કર્યો છે. કોઈને ઉતારી પાડવા, ખોટું બોલવું આ કાવાદાવા મને પસંદ નથી. સંઘર્ષોથી કોઈ ડરથી પાર્ટી છોડવાની વાત નથી. મારા સબંધ ભાજપ-કોંગ્રેસના હોદ્દેદારો સહિત અનેક લોકો સાથે રહ્યા છે. રાજકારણમાં જવાથી મને સેવાના કાર્યોમાં અવરોધો દેખાણા એટલે મને એવુ લાગ્યું કે સેવા વધુ સારો માર્ગ છે. અમુક ગેરસમજણના લીધે હુ આમ આદમી પાર્ટીમાં જોડાયો હતો પરંતુ હું રાજકારણનો માણસ નથી.'

મહેશ સવાણીના આપ છોડવાના સંભવિત કારણો

રાજકીય કારણ  - આપનું આંતરિક રાજકારણ પ્રમુખ કારણ છે. આપમાં ધમસાણ છે. સપાટી પર વિગતો નથી આવતી પરંતુ જુથબંધીની વાતો દબાતા સ્વરમાં આવી રહી છે મહેશ સવાણી આ સ્થિતિમાં ફીટ બેસતા નથી.

સામાજિક કારણ -જ્ઞાતિના પરીબળો, મહેશ સવાણી જે સમાજમાં સામાજિક પ્રતિષ્ઠા ધરાવે છે તેના અનેક શ્રેષ્ઠીઓ રાજનીતિના અલગ પ્રવાહમાં છે. તેમના થકી મહેશ સવાણીને સમજાવાના પ્રયત્યનો થયા હશે.

આર્થિક કારણ- વેપાર, મહેશ સવાણી ઉદ્યોગપતિ છે. તેઓ સમજે છે કે મજધારે આવેલું આપનું વહાણ તરશે કે ડૂબશે તે નક્કી નથી પરંતુ તેમના વેપારને આ સ્થિતિમાં તેમને નુકસાનની મોટી ભીતિ હતી. સુરતમાં રહેવું અને સામા પક્ષે ભાજપના પ્રદેશ પ્રમુખ હોય એ સ્થિતિ મહેશ ભાઈ માટે પણ લાંબા ગાળે અયોગ્ય હતી.

આ પણ વાંચો : ભાજપના મોટા નેતા અમારા સંપર્કમાં છે, સમય આવશે તો ત્યારે BJPને રંગ બતાવીશું, ટાઇગર અભી જિંદા હૈ: ઇસુદાન ગઢવી

શું કહ્યુ વિજય સુવાળાએ

209 દિવસ આમ આદમી પાર્ટીમાં રહેલા લોક ગાયક અને ભૂવાજી વિજય સુવાળા આમ આદમી પાર્ટી છોડી ગઈકાલે ભાજપમાં જોડાયા. વિજય સુવાળાએ ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 'મારું કુટુંબ 3 પેઢીથી ભાજપમાં છું, અમુક સમય અને સંજોગોને સમજતા સમય લાગી જાય છે. મારું કુટુંબ અને સમાજ ભાજપ સાથે છે એટલે હું મારા ઘરે પરત ફર્યો છું'

વિજય સુવાળાના આપ છોડવાના સંભવિત કારણો

રાજકીય કારણ- આપનું આંતરિક ધમસાણ, આપમા આંતરિક રાજકારણ છે અને તે દરેક પક્ષણાં હોય છે. જે કારણોથી મહેશ સવાણીએ આપ છોડી એ જ કારણોથી વિજય સુવાળાએ પણ આપ છોડી એવું બની શકે છે.

સામાજિક કારણ : વિજય સુવાળા પોતે જ એવું કહે છે કે તેમનો પરિવાર અને સમાજ ભાજપ સાથે છે. પોતે ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા છે અને માતાજીના ભૂવાજી છે. આ સ્થિતિમાં સમાજથી વિપરીત ચાલવું તેમને પરવડે તેમ નહોતું.

આર્થિક કારણ : વિજય સુવાળા ગાયક કલાકાર છે. તેમની આડકતરી આવકનો મોટો સ્રોત તેમના કાર્યક્રમો હશે. ભાજપથી વિપરીત થયા બાદ અનેક એવા મંચ પર તેમની ગેરહાજરી જોવા મળી જ્યાં તેઓ અપેક્ષિત હતા. આ આર્થિક નુકસાન કોઈ પણ વ્યક્તિને પરવડે તેમ નથી.

આપના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ શું કહ્યુ?

સાથીઓ,
આપણે લાંબી લડાઈ લડી રહ્યા છીએ. આ સંઘર્ષના રસ્તા ઉપર આપણે એકલા ચાલવાનું છે. આપણી સામેનાં સંભવિત અનેક પ્રકારના પડકારો સામે લડવા માટે આપણી જાતને તૈયાર કરવાની છે અને મનોબળ મક્કમ કરવાનું છે. સંઘર્ષનો રસ્તો ભલે આસાન નથી પરંતુ લડતા રહીશું તો આપણી જીત નિશ્ચિત છે.

ભાજપના મોટા નેતા મારા સંપર્કમાં : ઈશુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે ભાજપના મોટા નેતા પણ મારા સંપર્કમાં છે અત્યારે મારે ખેલ કરવો નથી પરંતુ સમય આવે હું કઈ પણ કરી શકું છું. પ્રેશર ટેકનિકથી આમ આદમી પાર્ટીને તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે. ભાજપ શામ દામ દંડની રાજનીતિન અપનાવી રહ્યુ છે.

પ્રજાએ ગુજરાતમાં ક્યારેય ત્રીજો વિકલ્પ સ્વીકાર્યો નથી : જયરાજસિંહ પરમાર

કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા જયરાજસિંહ પરમારે વિજય સુવાળાના આપ છોડ્યા બાદ એક વીડિયો મૂક્યો અને તેમાં કહ્યું કે આમ આદમી પાર્ટી દ્વારા જે ત્રીજો વિકલ્પ બનવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો તે સફળ ન થાય. ગુજરાતમાં ક્યારેય પ્રજાએ ત્રીજો વિકલ્પ પસંદ કર્યો નથી. કોંગ્રેસ જ પ્રજાનો વિકલ્પ બનશે.

શું આપમાં ચાલી રહ્યુ છે મહાભારત?

આમ આદમી પાર્ટીમાં એક જ દિવસમાં ત્રણ રાજીનામા પાછળ શું પાર્ટીનું આતંરિક રાજકારણ જવાબદાર છે. ચર્ચા એવી પણ થઈ રહી છે આપમાં યાદવાસ્થળી સર્જાઈ છે. આંતરિક લડાઈ અને બે 'મોટા નેતા' વચ્ચેની ટાંટિયા ખેંચમાં પાર્ટીનો ખો નીકળી રહ્યો છે. જોકે, આપનુ નબળું પડવું કોંગ્રેસ, માટે તો આશિર્વાદ જ સાબિત થશે.
First published:

Tags: આમ આદમી પાર્ટી, ગુજરાતના સમાચાર, ગુજરાતી સમાચાર, રાજકારણ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો