આમિર ખાનની દીકરી આયરાને મળ્યો સાચો પ્રેમ, જાણો કોણ છે તેનો બોયફ્રેન્ડ નુપુર શિકારે

આયર ખાન અને નુપૂર શિકરે

આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ આમિર ખાન (Aamir Khan) ની દીકરી (Daughter) આયરા ખાન (Ira Khan) વિશે. આમિર ખાન બોલિવૂડ (Bollywood) સુપરસ્ટારની દીકરી આયરા ખાન આ દિવસોમાં પોતાના રિલેશનશિપ (Relationship)ને કારણે ઘણી ચર્ચામાં છે

 • Share this:
  મુંબઈ : આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ આમિર ખાન (Aamir Khan) ની દીકરી (Daughter) આયરા ખાન (Ira Khan) વિશે. આમિર ખાન બોલિવૂડ (Bollywood) સુપરસ્ટારની દીકરી આયરા ખાન આ દિવસોમાં પોતાના રિલેશનશિપ (Relationship)ને કારણે ઘણી ચર્ચામાં છે. આયરા આ દિવસોમાં તેની ફિટનેસ ટ્રેનર નુપુર શિકરે (Nupoor Shikare)ને ડેટ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા (Social Media) ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આયરા ખાને કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. તે એકદમ રોમેન્ટિક છે, નૂપુર શિકરે સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

  તમને જણાવી દઈએ કે આયરા ખાને પોતાની અને નુપુરની તસવીરો શેર કરતા લખ્યું કે, તમારી સાથે કરેલા વચનને નિભાવવું સન્માનની વાત છે.
  #dream boy જેવા હેસ્ટેક્સનો ઉપયોગ કર્યો, આયરા ખાન નુપુર વચ્ચેની નિકટતાના સમાચાર સોશિયલ મીડિયા પર હમણાંથી નહીં પરંતુ લોકડાઉનના સમયથી વાયરલ થઈ રહ્યા છે.

  આ તસવીરોમાં જોઈ શકાય છે કે, આયરા ખાન અને નુપુર શિકરે એકબીજાના પ્રેમમાં ખોવાયેલા દેખાઈ રહ્યા છે. અને બંને ખૂબ જ સારા લાગી રહ્યા છે. એક તસવીરમાં આયરા નુપુર શિકરે હાથ જોડીને બેઠી છે. તમને જણાવી દઈએ કે આયરા ખાન ડિપ્રેશન વિશે બેફામ વાત કરવાને કારણે સમાચારોમાં આવી હતી. આયરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતા જણાવ્યું કે તે ડિપ્રેશનમાંથી પસાર થઈ હતી. આયરા ખાને જણાવ્યું હતું કે માત્ર 14 વર્ષની ઉંમરે તેનું યૌન શોષણ થયું હતું. જે વ્યક્તિએ આ કર્યું તે તેને ઓળખતો હતો. આયરાખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, તે અવારનવાર પોતાની બોલ્ડ અને આકર્ષક તસવીરો ફેન્સ સાથે શેર કરે છે અને વીડિયો પણ પોસ્ટ કરે છે.

  આ પણ વાંચોSara Ali Khan Bikini પહેરીને પૂલમાં ચીલ કરતી જોવા મળી, માલદીવ વેકેશનનો ગ્લેમરસ ફોટો કર્યો શેર

  તમને જણાવી દઈએ કે આયરાના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોલોઅર્સ છે, આયરા ખાને ફિલ્મોમાં હીરોઈન બનવાને બદલે ફિલ્મ મેકિંગમાં કરિયર બનાવવાનો રસ્તો પસંદ કર્યો છે, જ્યારે આમિર ખાનની વાત કરીએ તો આવનારા સમયમાં તે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળશે. કરીના કપૂર આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.
  Published by:kiran mehta
  First published: