Home /News /gujarat /

Aaj Nu Panchang: 25 જુલાઇ 2022, આજે છે સોમ પ્રદોષ, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

Aaj Nu Panchang: 25 જુલાઇ 2022, આજે છે સોમ પ્રદોષ, જાણો શુભ-અશુભ મુહૂર્ત અને રાહુકાળ

આજનું પંચાંગ

Aaj Nu Panchang: આજે સોમ પ્રદોષ (Som Pradosh) વ્રત છે, જ્યારે આજે સાવનનો બીજો સોમવાર વ્રત પણ છે. આજે સોમ પ્રદોષ અને સાવન સોમવાર વ્રતનો સંયોગ છે. બંને વ્રત ભગવાન શિવના છે. આજે વ્રત રાખવાથી તમે બંને વ્રતના પુણ્ય લાભ મેળવી શકો છો. ઈચ્છિત જીવનસાથી અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સાથે શવન સોમવારનું વ્રત રાખવામાં આવ્યું છે. જ્યારે સોમ પ્રદોષ વ્રત રાખવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને રોગ, દોષ વગેરે દૂર થાય છે. પ્રદોષ વ્રતના દિવસે સાંજના સમયે ભગવાન શિવની પૂજા કરવાનો નિયમ છે. આજે તમે શિવ મંત્રનો જાપ પણ કરી શકો છો.

વધુ જુઓ ...
    ધર્મભક્તિ ડેસ્ક: આજે 25મી જુલાઈ સોમવાર છે. આજે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની (Todays Panchang) પ્રદોષ તિથિ છે. આજે પ્રદોષ વ્રત છે. આજનું પંચાગ (Aaj Nu panchang) તે અંગે જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદી (jyotishacharya Amit Trivedi)જણાવે છે. આઆ સોમ પ્રદોષ (Som Pradosh) વ્રત છે, જ્યારે આજે સાવનનો બીજો સોમવાર વ્રત પણ છે. આજે સોમ પ્રદોષ અને સાવન સોમવાર વ્રતનો સંયોગ છે. બંને વ્રત ભગવાન શિવના છે. આજે વ્રત રાખવાથી તમે બંને વ્રતના પુણ્ય લાભ મેળવી શકો છો. ઈચ્છિત જીવનસાથી અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સાથે શવન સોમવારનું વ્રત રાખવામાં આવ્યું છે. જ્યારે સોમ પ્રદોષ વ્રત રાખવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને રોગ, દોષ વગેરે દૂર થાય છે. પ્રદોષ વ્રતના દિવસે સાંજના સમયે ભગવાન શિવની પૂજા કરવાનો નિયમ છે. આજે તમે શિવ મંત્રનો જાપ પણ કરી શકો છો.

    જાણો ! રાત્રિ સમયે પાણી ભરેલા પાત્રનું મહત્ત્વ ?
    જીવનમાં પ્રવેશી ગયેલી મુશ્કેલીઓનું નિવારણ અને આવનારી મુશ્કેલીની અટકાયત કેવી રીતે કરશો ??
    આપણે આપણી મુશ્કેલીઓના નિરાકરણ લાવવામાં જ ઘણો બધો સમય વેડફાઈ જાય છે. વળી, આવનારી નવી મુશ્કેલીઓનો ડર તો આપણને સતત સતાવતો જ હોય છે. આમ થશે તો શું થશે ? પેલો માણસ નહીં માને તો મારું શું થશે ? સમયસર મારું આ કાર્ય નહીં થાય તો શું થશે ? આ બધા પ્રશ્નો આપણા મનને ખૂબ પરેશાન કરતા હોય છે.

    આ બધા પ્રશ્નોના શમન માટે ખૂબ સરળ ઉપાય આપી રહ્યો છું. આ ઉપાય નાના બાળકોથી લઈને મોટેરા વડીલ પણ સરળતાથી કરી શકશે અને તેમાં કોઈ ખર્ચ પણ નથી થવાનો. રાત્રે જ્યારે સૂઈ જઈએ ત્યારે આપણા માથા તરફ પાણી ભરેલું એક પાત્ર મૂકી રાખવું (એ પાત્ર સ્ટીલ, માટી, પિત્તળ વગેરે કોઈપણ ધાતુ અથવા માટીનું હોય તો તેમાં બાધ નથી). પણ હા, આ પાત્રમાંથી પાણીનો પીવા માટે ઉપોયગ નથી કરવાનો. સવાર થાય એટલે ભગવાનનું સ્મરણ કરી તરત જ એ પાણી ભરેલા પાત્રને કોઈ વૃક્ષને કે પછી કૂંડામાં ચઢાવી દેવું. આ ઉપાય એક મહિનો અજમાવજો તમને સંકેત મળી જશે અને રાહતનો શ્વાસ લેશો.



    આજનું પંચાંગ -
    ચંદ્રમાસ – અષાઢ બારશ
    ચંદ્રરાશિ –વૃષભ (બ,વ,ઉ), સવારે 11.33થી મિથુન (ક,છ,ઘ)
    નક્ષત્ર – મૃગશીર્ષ
    યોગ – ધ્રુવ, (બપોરે 3.03થી વ્યાઘ્રાત)
    કરણ – તૈતિલ (સાંજે 4.16થી ગર)
    બ્રહ્મમુહૂર્ત - સવારે 4.36 થી 5.19(પ્રાણાયામ તેમજ ધ્યાન માટે શ્રેષ્ઠ સમય)
    સૂર્યોદય - સવારે 6.15
    સૂર્યાસ્ત- સાંજે 7.18
    ચંદ્રોદય – રાત્રે 2.19
    ચંદ્રાસ્ત – સવારે 4.00
    ગોધૂલી – સાંજે 7.05થી 7.29
    ગુલીક – બપોરે 3.57થી 5.34, રાત્રે 10.01થી 11.23
    યમઘંટક – સવારે 11.51થી 12.39
    રાહુકાળ – સવારે 7.30થી 9.00
    વિજય મુહૂર્ત - બપોરે 12.34થી 12.58

    આજના દિવસનું વિશેષ -
    1. સોમપ્રદોષ
    2. પ્રદોષકાળ સાંજે 7.17 થી રાત્રે 9.28 (પ્રદોષકાળમાં શિવ ઉપાસના કરવાથી શની અને રાહુની પીડામાંથી મુક્તિ મળે છે)
    3. શુભ ચોઘડીયા – સવારે 6.15થી 7.52, સવારે 9.30થી 11.08, બપોરે 2.23થી સાંજે 7.17
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aaj nu panchang, Som pradosha, Somvar na upay

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन