પોતાના ડાબા હાથ પર પેન વડે સુસાઇડ લખી પરિણીતાએ જીવન ટુંકાવ્યું.
સુરતમાં અવારનવાર આપઘાતની ઘટના સામે આવતી રહે છે. તેવામાં લીંબાયત પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા ગીતાનાગર સોસાયટીમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીત મહિલા એ આપઘાત કરી લીધો હતો.
સુરત: સુરતના પર્વત ગામ ખાતે આવેલી ગીતાનાગર સોસાયટીમાં રહેતી પરિણીત મહિલાએ આપઘાત કર્યો હતો. પોતાના ડાબા હાથ પર પેન વડે સુસાઇડ કરવાનું કારણ લખી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સુરતમાં અવારનવાર આપઘાતની ઘટના સામે આવતી રહે છે. તેવામાં લીંબાયત પોલીસ મથકની હદ વિસ્તારમાં આવતા ગીતાનાગર સોસાયટીમાં પતિના ત્રાસથી કંટાળી પરિણીત મહિલા એ આપઘાત કરી લીધો હતો. પતિ એટલી હદે ત્રાસ આપતો હતો કે, મહિલાને જીવવું ઝેર થઈ ગયું હતું. વર્ષ 2014માં સીતા અને પ્રવીણના લગ્ન થયા હતા. આ લગ્નજીવન થકી તેમને બે સંતાનો છે. ત્રણ વર્ષ લગ્ન જીવન સુખી સંપન્ન ચાલ્યું હતું. જોકે ત્રણ વર્ષ બાદ પતિ પ્રવીણ દ્વારા મહિલાને અવારનવાર મહેણાં ટાહોણા મારતો હતો. દહેજમાં શા માટે કંઈ નથી લાવી તેવું કહી પત્ની સીતા પર પતિ શંકા પણ કરતો હતો.
વર્ષ 2018માં પત્ની સીતાના ખબરઅંતર પૂછવા તેમના માતા અને ભાઈ આવતા પતિ ગુસ્સે ભરાયો હતો અને પત્નીને માર માર્યો હતો. જેથી પત્ની તેના પિતાના ઘરે રહેવા ચાલી ગઈ હતી. જે દરમિયાન તે અંદાજીત એક મહીનો રોકાઈ હતી. ત્યારબાદ પતિ એ સસરાને ત્યાં જઈ સમાધાન કરી પત્નીને સુરત લાવ્યો હતો. જોકે ત્યારબાદ પણ પતિ અવારનવાર ત્રાસ આપતો હતો અને ફોન પણ આપતો ના હતો. અને વારંવાર માર મારતો હતો. જે બધાથી કંટાળી પત્ની સીતા એ 24 જાન્યુઆરીના રોજ પોતાના ડાબા હાથે પેન વડે સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
મૃતક મહિલાએ પોતાના ડાબા હાથ પર હિન્દીમાં લખ્યું હતું કે,‘મુજે મેરા પતિ બહુત પરેશાન કરતા હે... મેરી કોઈ ગલતી નહીં હૈ મેં જીના ચાહતી હું પર ઇતની પરેશાની મેં કૈસે જિયુગી’ આવું લખાણ લખી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. સીતાના ભાઈએ સમગ્ર ઘટના મામલે લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુસાઇડ નોટના આધારે દુષપ્રેર્ણાનો ગુનો નોંધી પતિ પ્રવીણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર