મોતની હૉસ્પિટલ! કોરોનાથી ઈમરજન્સી વોર્ડમાં માત્ર 40 મિનિટમાં 10 દર્દીનાં મોત

6 દર્દીનાં મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયા, જ્યારે 4 દર્દી ઇમરજન્સી વોર્ડની અંદર પણ નહોતા પહોંચી શક્યા

6 દર્દીનાં મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયા, જ્યારે 4 દર્દી ઇમરજન્સી વોર્ડની અંદર પણ નહોતા પહોંચી શક્યા

 • Share this:
  ન્યૂયોર્કઃ કોરોના વાયરસ (Coronavirus) થી અમેરિકા (America)માં સ્થિતિ દિવસે દિવસે બગડતી જઈ રહી છે. અત્યાર સુધી અહીં 9 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જયારે 3.37 લાખ લોકો અહીં કોરોના પોઝિટિવ છે. ન્યૂયોર્ક (New York)માં હાલત ખૂબ ખરાબ છે. અહીં દરરોજ સરેરાશ 400થી વધુ લોકોનાં મોત થઈ રહ્યા છે. રવિવારે ન્યૂયોર્કની એક હૉસ્પિટલની એ ઘટનાએ સૌને અંદરથી હલાવી દીધા છે. અહીં માત્ર 40 મિનિટની અંદર 10 લોકોનાં મોત થઈ ગયા હતા.

  અહીંના એક ડૉક્ટરે જણાવ્યું કે લોકો એટલા વધુ બીમાર છે કે ક્ષણભરમાં જ દર્દીઓના મોત થઈ જાય છે. એટલું નહીં તેઓએ એમ પણ કહ્યું કે, વેન્ટિલેટર લગાવતાં-લગાવતાં જ લોકોનાં મોત થઈ જાય છે.

  25% લોકોનાં મોતઃ બ્રૂકલિનની આ હૉસ્પિટલમાં માત્ર કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે અહીં દાખલ થનારા લગભગ 25 ટકા લોકોનાં મોત થઈ રહ્યા છે.

  ડૉક્ટર લૉરેન્જો પેલિડેંનોનું કહેવું છે કે હૉસ્પિટલની કોઈ ભૂલ નથી પરંતુ આ બીમારી જ એવી છે કે કેટલાક લોકોને બચાવવા મુશ્કેલ થઈ જાય છે.

  સતત થઈ રહ્યા છે મોતઃ આ હૉસ્પિટલનો સ્ટાફ સતત 24 કલાક કામ કરી રહ્યો છે. તેમને શ્વાસ લેવાનો પણ સમય નથી. તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે કોઈ દર્દીનું મોત બાદ તરત જ તે સ્થળને અડધા કલાકની અંદર ખાલી કરીને સેનેટાઇઝ કરવામાં આવે છે. અને પછી બીજા દર્દીને ત્યાં રાખવામાં આવે છે.

  અહીં દાખલ થનારાં 90 ટકા દર્દીની ઉંમર 45 વર્ષથી વુધ છે. જ્યારે 60 ટકા દર્દીની ઉંમર 65 વર્ષથી વધુ રહે છે.
  Published by:user_1
  First published: