Home /News /gujarat /Vibrant Gujarat : વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં ધોલેરામાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરાશે

Vibrant Gujarat : વાયબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં ધોલેરામાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરાશે

ધોલેરામાં બનશે ડેટા સેન્ટર (પ્રતિકાત્મક તસવીર)

ઉદ્યોગજૂથો તેમજ સરકારને મોટો ફાયદો, કેન્દ્રના આદેશને પગલે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ટૂંકસમયમાં કાર્યવાહી શરૂ કરશે દેશમાં હાલ તામિલનાડુમાં ડેટાસેન્ટર સ્થાપિત છે અને હવે ઉત્તરપ્રદેશની સરકાર પણ ડેટા સેન્ટર પોલિસી બનાવી રહી છે

ગાંધીનગર: ગુજરાત સરકાર 10મી વાયબ્રન્ટ સમિટ પહેલાં રાજ્યમાં અદ્યતન ડેટાસેન્ટરની સ્થાપના કરવાનું વિચારી રહી છે આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી બનાવવામાં આવશે કે જેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કન્સેપ્ટ છે. આ સેન્ટર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (એસઆરઆર) વિસ્તારમાં ઉભું કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

આ માટે ભારત સરકાર એક સર્વગ્રાહી પોલિસી બનાવે છે. એ પહેલાં સંસદના શિયાળુ સત્રમાં ભારત સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક પણ લાવી રહી છે જેમાં ટ્વિટર, ફેસબુક જેવા સોશ્યલ મિડીયા તેમજ ઇ-કોમર્સની તમામ કંપનીઓ અને દૂરસંચારના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે. આ વિધેયકનો ઉદ્દેશ તમામ ઇન્ટરનેટ કંપનીઓએ અનિવાર્ય રૂપથી દેશની અંદર વ્યક્તિઓના મહત્વપૂર્ણ ડેટાને સ્ટોર કરવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે ક્રિટીકલ ડેટાને વ્યાખ્યાયિત પણ કરવામાં આવશે.

આ પણ વાંચો-ખંભાતનાં પરિવારને નડ્યો ધોળકા પાસે અકસ્માત, ઘટના સ્થળે પાંચનાં કમકમાટીભર્યા મોત

એ પહેલાં અન્ય રાજ્યોની જેમ ગુજરાત પણ ડેટા સેન્ટર પોલિસી બનાવશે. આ પોલિસીનો ડ્રાફ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં મૂડીરોકાણ અને રોજગારીના અવસર પ્રાપ્ત કરવામાં આવશે. સરકારમાં વ્યાપક ચર્ચાના અંતે આવું ડેટા સેન્ટર ધોલેરામાં સ્થાપવાનું નક્કી કર્યું છે. ડેટા સેન્ટરથી જોડાયેલી નીતિ તૈયાર કરવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારની નીતિનો પણ અભ્યાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવું ડેટા સેન્ટર હાલ તામિલનાડુનાં ચેન્નાઇમાં બનાવવામાં આવેલું છે. હવે આ દિશામાં ઉત્તરપ્રદેશની સરકાર પણ કામ કરી રહી છે. યોગી આદિત્યનાથની સરકારે ડેટા સેન્ટર પોલિસી હેઠળ મૂડીરોકાણનું પણ લક્ષ્ય રાખ્યું છે.

આ પણ વાંચો-અમદાવાદ: શહેરમાં પાંચમો વિસ્તાર કરાયો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, જાણો કોરોનાનાં આંકડા
વાયબ્રન્ટ સમિટ પહેલાં જો ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થપાઇ જાય તો આવનારા ઉદ્યોગો અને મૂડીરોકાણકારોને ફાયદો કરાવશે, એ સાથે સરકારને પણ તેનાથી મોટો ફાયદો છે. આ કામગીરી રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને કરવાની થતી હોવાથી આ વિભાગના ઉચ્ચ અધિકારી તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તેમાં માર્ગદર્શન આપશે.

આ પણ વાંચો-પાવાગઢ શક્તિપીઠમાં એક કિલો સોનાનું છત્ર અને 1.11 કરોડનું દાન, 225 જેટલી વાનગીઓ સાથે ભવ્ય અન્નકૂટડેટા સેન્ટર એ એક નેટવર્ક સાથ જોડાયેલો કોમ્પ્યુટર સર્વરનો એક મોટો સમૂહ છે જે મોટી માત્રામાં ડેટાનો સ્ટોરેજ, પ્રોસેસીંગ અને વિતરણ માટે સંસ્થાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ, યૂટ્યુબ અને જીમેઇલ જેવા સાધનોના કરોડો ઉપયોગકર્તાઓ છે. એટલું જ નહીં ઇ-કોમર્સની એપ્લિકેશનોના પણ કરોડો વપરાશકર્તા છે. આ તમામ ડેટા આ સેન્ટરમાં સ્ટોરેજ કરવાની સુવિધા ઉભી થઇ શકે છે. બેન્કીંગ, વેપાર, સ્વાસ્થ્ય સેવા, યાત્રા, પ્રવાસન અને અન્ય પ્રકારના ટ્રાન્ઝેક્શન પણ થતાં રહેતા હોય છે. ડેટાના વ્યાપારથી એમેઝોન, એપલ, ગૂગલ, ફેસબુક અને માઇક્રોસોફ્ટ જેવી નાણાકીય કંપનીઓ બની ગઇ છે. ડેટાનો સ્ત્રોત વ્યક્તિગત જાણકારી, ફિંગરપ્રિન્ટ, રેટિના, ડિઝીટાઇઝેશન, કોમ્પ્યુટરાઇઝેશન, વ્યક્તિગત સામાજીક અને રાજનૈતિક જાણકારી અને ધાર્મિક પ્રવૃત્તિ છે. ડેટા સેન્ટર માટે રોકાણ સાથે રોજગારીની પણ વિપુલ માત્રામાં તક રહેલી છે.

આ પણ વાંચો-'અમારે તો દીકરો જોઈતી હતી, આને તો દીકરી ને જન્મ આપ્યો' -પરિણીતાને સાસરીયાનો ત્રાસ

સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે યુઝર્સના ઉપયોગથી ઉત્પન્ન થયેલા ડેટાથી સરકારની આવકમાં પણ વધારો થઇ શકે છે. ક્લાઉડ આધારિત એપ્લિકેશન સેવાઓ પણ વધી શકે છે. તેનાથી રાજ્યમાં આવી રહેલા મૂડીરોકાણ અને ઉદ્યોગોને પણ સરળતા મળી રહેશે.
Published by:Margi Pandya
First published:

Tags: Dholera Gujarat, Gujarat Deta Center, Vibrant gujarat 2022, Vibrant Summit, વાઇબ્રન્ટ ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन