Home /News /gujarat /Gujarat Election 2022: ભાજપની સૌથી નાની પ્રચારકની સ્પીચ સાંભળી પીએમ મોદીએ કહ્યું- ફોટોગ્રાફ કે ઓટોગ્રાફ

Gujarat Election 2022: ભાજપની સૌથી નાની પ્રચારકની સ્પીચ સાંભળી પીએમ મોદીએ કહ્યું- ફોટોગ્રાફ કે ઓટોગ્રાફ

નાની બાળકીની અદભૂત સ્પિચથી પીએમ મોદી પણ પ્રભાવિત થયા હતા.

Gujarat Assembly Elections: પીએમ મોદીને આ નાની બાળકીએ પોતે તૈયાર કરેલી સ્પિચ સંભળાવી હતી. નાની બાળકીની અદભૂત સ્પિચથી પીએમ મોદી પણ પ્રભાવિત થયા હતા. અનોખા અંદાજમાં ભાજપનો પ્રચાર કરી રહેલી આ નાની બાળકીને પીએમ પુછ્યું હતું કે ઓટોગ્રાફ જોઈએ કે ફોટોગ્રાફ.

વધુ જુઓ ...
  સુરેન્દ્રનગરમાં પીએમ મોદીની સૌથી નાની ફેન અને ભાજપની સૌથી નાની પ્રચારક ચર્ચાનું કેન્દ્ર બની છે. તેણે આપેલી સ્પિચથી પીએમ નરેન્દ્ર મોદી પણ પ્રભાવિત થયા છે. આ નાની ભાજપ પ્રચારકના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ અને બોલવાની છટા કોઈ નેતાથી જરા પણ કમ નથી. સાથે તેણે કેસરિયો ખેસ પણ ઘારણ કરેલો છે.

  એકદમ નેતાના અંદાજમાં ભાષણ આપી રહેલી આ બાળકી પીએમ મોદીની સૌથી નાની ફેન છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરેન્દ્રનગરમાં મોદીની સભામાં ભાજપના સૌથી નાના પ્રચારકની મુલાકાત થઈ હતી. આ બાળકી કિરીટસિંહ રાણાના ભાણીબા આદ્યાબા છે, લીંબડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાના ભાણીબાએ સભા પૂરી થયા બાદ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.  પીએમ મોદીને આ નાની બાળકીએ પોતે તૈયાર કરેલી સ્પિચ સંભળાવી હતી. નાની બાળકીની અદભૂત સ્પિચથી પીએમ મોદી પણ પ્રભાવિત થયા હતા. અનોખા અંદાજમાં ભાજપનો પ્રચાર કરી રહેલી આ નાની બાળકીને પીએમ પુછ્યું હતું કે ઓટોગ્રાફ જોઈએ કે ફોટોગ્રાફ. ત્યારે આ બાળકીએ પીએમ મોદીના ઓટોગ્રાફ માગ્યા હતા. ભાજપના ખેસમાં પીએમ મોદીએ પોતાના ઓટોગ્રાફ આપીને બાળકીને રાજી કરી હતી.

  આ પણ વાંચો : કોંગ્રેસ વાળાનો અહંકાર તો જુઓ, કહે છે મોદીને ઔકાત બતાવી દઇએ: PM મોદી

  તમને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ સવારે 11 વાગે રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થયા હતા. બપોરે 12.00 વાગે સુરેન્દ્રનગર જાહેર સભા સંબોધી હતી. 1.00 વાગે સુરેન્દ્રનગરથી જંબુસર ગયા હતા અને 2.00 વાગે જાંબુસરમાં જાહેરસભાને સંબોધી હતી. હવે 5 વાગે નવસારીથી સુરત એરપોર્ટ જવા રવાના થશે જે બાદ સુરતથી દિલ્હી જશે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: 2018 assembly election, Assembly Election, Assembly Election 2022, PM Modi પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन