Home /News /gujarat /અમદાવાદમાં પરિણીતાને સાસરીયાનો ત્રાસ: તું અમારા ઘર માટે અપશુકન છે, તારે સંતાન થતું નથી...
અમદાવાદમાં પરિણીતાને સાસરીયાનો ત્રાસ: તું અમારા ઘર માટે અપશુકન છે, તારે સંતાન થતું નથી...
(ફાઇલ તસવીર)
ગોતા વિસ્તારમાં રહેતી એક પરિણીતા એ સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવેલ છે કે લગ્નના પાંચથી છ મહિના સુધી તેના સાસરીમાં તેને સારી રીતે રાખેલ હતી.
અમદાવાદ: ગોતા વિસ્તારમાં રહેતી એક પરિણીતા ‘તું તારા પિયરથી દહેજમાં કઈ લાવેલ નથી અમારે એક જ ભાઈ છે તારે અહીંયા રહેવું હોય તો તારા પિયરમાંથી વધારે દહેજ લાવવું પડશે અને ત્રણ લાખ રોકડા રૂપિયા પણ આપવા પડશે... ઉપરાંત તું અમારા ઘરના અપશુકન છે, તારે સંતાન થતું નથી’ તેમ કહીને પરિણીતાના પતિ અને નણંદ એ માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે.
ગોતા વિસ્તારમાં રહેતી એક પરિણીતા એ સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવેલ છે કે લગ્નના પાંચથી છ મહિના સુધી તેના સાસરીમાં તેને સારી રીતે રાખેલ હતી. બાદમાં તેના નણંદ તેને મેણા ટોણા મારતા હતા કે તું તારા પિયરથી દહેજમાં કઈ લાવેલ નથી અમારે એક જ ભાઈ છે તારે અહીંયા રહેવું હોય તો તારા પિયરમાંથી વધારે દહેજ લાવવું પડશે અને ત્રણ લાખ રોકડા રૂપિયા પણ આપવા પડશે. આમ પરણિતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. પરિણીતા તેમના વતન ખાતે લગ્ન પ્રસંગમાં ગઈ તે વખતે તેના નણંદ એ દહેજને લઈને ઝઘડો કર્યો હતો. અને હાથાપાઈ પણ કરી હતી. જ્યારે પરિણીતાને ઘૂંઘટ રાખવાનું કહેતા તેને ના પાડતા તેની નણંદ ઉશ્કેરાઈ જઈને બે ત્રણ ઝાપટ પણ મારી દીધી હતી અને ગંદી ગાળો બોલી ઘરની બહાર નીકળી જવા માટે ધમકી આપી હતી.
આ દરમિયાન બ્લડપ્રેશર ઘટી જતા તે બેભાન થઈને નીચે પડી ગઈ હતી ત્યારે તેના નણંદે પતિને કહ્યું હતું કે, તેને રહેવા દો મારે તો મરવા દો હોસ્પિટલ નથી લઈ જવી, તે મરી જશે તો તને બીજી પત્ની લાવી દઈશું. તેના સાસરીયાએ તું અમારા ઘરના અપશુકન છે તારે સંતાન થતું નથી તેમ કહી ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી. પરિણીતા ચારથી પાંચ કલાક બહાર બેસી રહ્યા બાદ બે હાથ જોડી વિનંતી કરતા તેને ઘરમાં આવવા દીધી હતી. પરિણીતાનો પગાર પણ તેના પતિ એને સસરા લઈ લેતા હતા અને જો તે આપવાની ના પાડે તો તેનો પતિ તેની સાથે મારઝૂડ પણ કરતો હતો અને તેના સસરા નોકરી છોડાવી દેવા માટે દબાણ કરતા હતા.
સાસરીયા તેને સારી રીતે રાખે તે માટે તેના મમ્મી ઘણી વખત રોકડા રૂપિયા પણ આપતા હતા. પરંતુ તેને સારી રીતે રાખતા ન હતા અને તેની સાથે મારઝૂડ કરતા હતા. ઘરની બહાર કાઢી મૂકવાની પણ ધમકી આપતા હતા અને તેના નણંદ છુટાછેડા આપવા માટે પતિની ચડામણી કરતા હતા. પરિણીતાના નણંદના લગ્ન આવતા પિયરમાંથી ત્રણથી ચાર લાખ રૂપિયા લઈ આવવા માટે કહેતા પરિણીતાએ ના પાડતા તેની સાથે બોલાચાલી કરી હતી. આમ અવારનવાર નાની-નાની બાબતોમાં ત્રાસ આપતા પરિણીતાએ અંતે કંટાળીને પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Rakesh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર