દિયરે ભાભી સહિત 3 લોકોને ગાડીથી કચડી માર્યા, ચરિત્ર પર શંકાનો આવ્યો કરૂણ અંજામ

ભાભીને પડોશી સાથે જોતાં દિયરનો ગુસ્સો આસમાને પહોંચી ગયો, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો કર્યો પ્રયાસ

ભાભીને પડોશી સાથે જોતાં દિયરનો ગુસ્સો આસમાને પહોંચી ગયો, હત્યાને અકસ્માતમાં ખપાવવાનો કર્યો પ્રયાસ

 • Share this:
  યમુનાનગર, હરિયાણા : સ્ટેટ હાઈવે પર ત્રણ લોકોનાં મોત કોઈ દુર્ઘટના (Accident) નહીં પરંતુ હત્યા (Murder) હતી. યુવકે સમજી-વિચારીને ત્રણ લોકોને પોતાની ટાટા મેજિકથી કચડી માર્યા. આરોપી યુવકે ભાભીને બીજા કોઈની સાથે જોઈ તો પોતાના વાહનની સ્પીડ વધારી દીધી અને કચડીને ત્રણ લોકોનાં જીવ લઈ લીધા. આ દુર્ઘટનામાં એક અન્ય વ્યક્તિ પણ ઝપટમાં આવી ગયો. પોલીસ (Police) પૂછપરછમાં હત્યાનો પર્દાફાશ થયો.

  આરોપી માત્ર પોતાની ભાભી મમતા અને પડોશી અશોકને જ મારવા માંગતો હતો. પરંતુ તેની ગાડીની આગળ એક્ટિવા અને બાઇક પણ આવી ગયા અને તેની પર સવાર શિવાની પણ ઝપેટમાં આવી ગઈ અને તેનું પણ મોત થયું. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીને આશંકા હતી કે તેની ભાભી અને પડોશી અશોકના ગેરકાયદેસર સંબંધ છે. તે પહેલા પણ તેમને એક સાથે આવતા-જતાં જોઈ ચૂક્યો હતો.

  અકસ્માત નહીં હત્યા : પોલીસે આવી રીતે કર્યો પર્દાફાશ

  પોલીસ સ્ટેશનના પ્રભારી મુકેશ કુમારે જણાવ્યું કે પહેલા આ મામલો અકસ્માતનો લાગી રહ્યો હતો. પોલીસને પણ ઇજાગ્રસ્ત શુભમ કાંબોજની ફરિયાદ પર કલમ 279, 337 અને 427 લગાવી હતી પરંતુ જ્યારે ચાલક નિખિલ સાથે વાત કરી તો તેને ખુલાસો કર્યો કે તેણે જાણી જોઈને ગાડી પોતાની ભાભી મમતા અને અશોક પર ચડાવી દીધી હતી. મામલામાં હત્યાની કલમ જોડવામાં આવી છે. બીજી તરફ, આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

  આ પણ વાંચો, ભાઈની ભટકતી આત્માએ યુવકનું ગળું કાપી દીધું'- પડોશીની વાત સાંભળી પોલીસ ચોંકી ગઈ

  શું હતો મામલો?

  ડેરા સંત નિશ્ચલ સિંહ થડા સાહિબ જોડિયાંમા શુક્રવાર રાત્રે 6 દિવસનો હોલા મહોલ્લા સમાગમ હતો. રવિવારે શ્રદ્ધાળુઓની ભીડના કારણે ગુરુદ્વારાની સામે જામી લાગ્યો હતો. આ દરમિયાન રાદૌર તરફથી ખૂબ જ સ્પીડથી ટાટા મેજિક ગાડી આવી અને વાહનોને ટક્કર મારી દીધી. દુર્ઘટનામાં બે એક્ટિવા, એક બાઇક સહિત બે કારો ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. તેમાં એક્ટિવા સવાર શાંતિ કોલોની નિવાસી મમતા દેવી તથા અશોક કુમાર અને જઠલાનાના લક્સી બાંસ ગામની શિવાનીનું મોત થઈ ગયું. બીજી તરફ, ગોબિંદપુરાના શુભમ, કરનાલના નિતિશ, મૃતક શિવાનીની દીકરી શગુન અને શાંતિ કોલોની નિવાસી ટાટા મેજિક ચાલક નિખિલ ઘાયલ થયા હતા. આરોપી ચાલક નિખિલની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યારે હત્યાનો મામલો સામે આવ્યો છે.

  આ પણ વાંચો, બિહાર : ઑર્કેસ્ટ્રા સંચાલકની હત્યા કરી મહિલા ડાન્સરને કિડનેપ કરી, લગ્ન સમારોહમાં સોપો પડી ગયો
  Published by:user_1
  First published: