એ ગુજરાતી જેણે અયોધ્યાની દિવાળીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું

News18 Gujarati
Updated: October 29, 2019, 6:47 PM IST
એ ગુજરાતી જેણે અયોધ્યાની દિવાળીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું
ઇનસેટ તસવીરમાં ઉત્તર પ્રદેશના સી.એમ. અને રાજ્યપાલ આનંદીબેન સાથે નિશ્ચલ બારોટ

અયોધ્યામાં યોજાતી ઉત્તર પ્રદેશ સરકારની દિવાળીની ઉજવણી 'દિપોત્સવ'ને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવવાનું કામ આ ગુજરાતી યુવાને કર્યુ છે. આ વર્ષે અયોધ્યામાં રેકોર્ડબ્રેક 4,04,026 દીવડાઓ પ્રગટ્યા હતા.

  • Share this:
જય મિશ્રા, અમદાવાદ : અયોધ્યામાં (Ayodhya)માં છેલ્લા 3 વર્ષથી દિવાળીની (Diwali) ભવ્ય ઉજવણી થાય છે. ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગ (UP Tourism) દ્વારા સરીયું નદીના કાંઠે રામ કી પેઢી ઘાટ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી લાખોની સંખ્યામાં દીવડા (Oil Lamps) પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2017થી ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath)ની ઉપસ્થિતિમાં આ દીવડાઓ પ્રગટાવામાં આવે છે જેને છેલ્લા ત્રણ વર્ષથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. અયોધ્યાની દિવાળીની ગૂંજ સમગ્ર વિશ્વમાં પડી છે ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે 'દિપોત્સવ'ના કાર્યક્રમને ગીનીસ રેકોર્ડમાં પહોંચાડનાર એક ગુજરાતી યુવાન છે અને મૂળ રાજપીપળાનો વતની છે. દિપોત્સવમાં લાખોની સંખ્યામાં દીવડા પ્રગટાવી તેને ગીનીસ રેકોર્ડમાં સ્થાન અપાવવાનું કામ ગુજરાતી યુવાન નિશ્ચલ બારોટ કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી તે ઉત્તર પ્રદેશ સરકાર માટે આ આયોજન કરી રહ્યા છે. આ વર્ષે પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

2017થી શરૂઆત થઈ


નિશ્ચલ બારોટે જણાવ્યું કે 'હું એક કંપનીનું સંચાલન કરૂં છે જે જુદા જુદા કાર્યક્રમોમાં ગિનિસ રેકોર્ડ કરવા માટે મદદ કરે છે અથવા તો સમગ્ર આયોજન કરી આપે છે. અમે વર્ષ 2017થી ઉત્તર પ્રદેશ સરકાર માટે આ આયોજન કરી રહ્યા છીએ. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ખૂબ જ ચોક્સાઈનો આગ્રહ રાખે છે અને અમે એના નિયમોનો ચુસ્ત અમલ થાય તેની તકેદારી રાખીએ છે.'

આ પણ વાંચો :  ફટાકડા ફુટ્યા છતાં અમદાવાદનું હવામાન શુદ્ધ રહ્યું, શું છે તેની પાછળનું કારણ?

ત્રણ વર્ષમાં 1.83 લાખથી 4 લાખ દીવડા
આ દિપોત્સવ સાથે નિશ્ચલ પ્રથમ વર્ષથી જોડાયેલા છે. તેમણે વર્ષ 2017માં અયોધ્યામાં 1,83,000 દીવડા પ્રગટાવી અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો ત્યાર બાદ વર્ષ 2018માં 3,01,152 દીવડાઓ પ્રગટાવી અને રેકોર્ડ તોડવામાં આવ્યો હતો જ્યારે આ વર્ષે 4,04,026 દીવડાઓ રામ કી પેઢી ઘાટ પર પ્રગટાવી અને નવો વિશ્વ વિક્રમ સર્જવામાં આવ્યો છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ કાર્યક્રમ 'વર્લ્ડ્સ લાર્જેસ્ટ ડિસપ્લે ઑફ ઑઇલ લેમ્પ્સ'નો રેકોર્ડ આપવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફની મહેનત

આ સમગ્ર કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં દીવા ગોઠવવાથી લઈને પ્રગટવા માટે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદની ડૉ.રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફ મહેનત કરે છે. આ વર્ષે સતત 36 કલાક સુધી 6,000 સ્વયંસેવકોની ફોજ દ્વારા સરિયુના ઘાટ પર દીવડા ગોઠવવાની કામગીરી કરવામાં આવી હતી.

અયોધ્યામાં ઉજવાયેલી દીવાળીનો આકાશી નજારો, આ વર્ષે રેકોર્ડબ્રેક દીવડાઓ પ્રગટાવી સરીયુના કિનારે દિવાળીની 26મી ઑક્ટોબરે ભવ્ય ઉજવણી કરાઈ હતી.


5 મિનિટ સુધી જે દીવો પ્રગટતો રહે તેની જ ગણતરી રેકોર્ડમાં થાય

ગિનિસ રેકોર્ડ તેના આકરા નિયમો માટે જાણીતું છે અને તેથી જ વિશ્વમાં તેની ગણતરી પ્રતિષ્ઠીત એવોર્ડમાં થાય છે. આ કાર્યક્રમ માટે ગિનિસ રેકોર્ડ્સના નિયમો મુજબ જે દીવો સતત 5 મિનિટ સુધી પ્રગટતો રહ્યો હોય તેની જ ગણતરી રેકોર્ડમાં થાય છે. રેકોર્ડની નોંધણી માટે ગિનિસ રેકોર્ડ્સ વતી 300 સ્ટૂઅર્ટ્સ મોનિટરીંગ કરે છે. ઍરિયલ ફોટોગ્રાફી અને પ્રત્યેક દીવાની ગણતરી કરવામાં આવે છે. રેકોર્ડ માટે આ વર્ષે 4,09,465 દીવા પ્રગટાવામાં આવ્યા હતા તેમાંથી 4,04,026 દીવાને રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

આ પણ વાંચો : હાર્યા પછી અલ્પેશ ઠાકોર રાધનપુરના મતદારોનો આભાર વ્યક્ત કરવા સંમેલન યોજશે

જુદા જુદા 17 કાર્યક્રમોને ગિનિસ રેકોર્ડમાં સ્થાન મળ્યું

નિશ્ચલ બારોટ દ્વારા જુદા જુદા 17 કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેને ગિનિસરેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જેમાં રાજ્યમાં નર્મદા નદીના કેબલ બ્રીજના ઉદ્દઘાટન વખતે નર્મદા નદીને 3 કિલોમીટર લાંબી સાડી ચડાવવાના કાર્યક્રમથી લઈને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વિશ્વની સૌથી મોટી જ્યૂટ (શણમાંથી બનાવેલી) બેગ તૈયાર કરવાના રેકોર્ડ સહીતના અનેક કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિત હોય તેવું પણ અનેક વાર બન્યું છે.

 
First published: October 29, 2019, 4:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading