Home /News /gujarat /મુંબઈની વિશ્વ વિખ્યાત ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ; રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં હતી ભીડ
મુંબઈની વિશ્વ વિખ્યાત ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ; રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં હતી ભીડ
મુંબઈની વિશ્વ વિખ્યાત ફેશન સ્ટ્રીમાં આગ, 150થી વધુ દુકાનો આ ફેશન સ્ટ્રીટમાં છે.
Mumbai Fashion Street Fire: દક્ષિણ મુંબઈમાં આવેલ ફેશન સ્ટ્રીટ દુનિયાભરમાં ખરીદીના ડેસ્ટિનેશન તરીકે જાણીતું છે. અહીં 150થી વધુ દુકાનો આવેલી છે જ્યાં તમને ખૂબ જ વ્યાજબી કિંમતોમાં લેટેસ્ટ ફેશનની પ્રોડક્ટ મળી જાય છે.
મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં આવેલ જાણીતી ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ લાગી છે. મુંબઈની ફેશન સ્ટ્રીટ રેડીમેડ કપડા માટેનું પ્રખ્યાત બજાર છે. આવી જ એક કપડાની દુકાનમાંથી 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને ઘણી દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ 15 થી 20 દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.
શનિ-રવિને કારણે બજારમાં ભીડ જામી હતી અને ભારે ધમાલ જોવા મળી હતી. આવી સ્થિતિમાં આગના કારણે અનેક લોકો ગભરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અધિકારીઓએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મેટ્રો સિનેમા પાસે આ ફેશન સ્ટ્રીટ છે જે ફેશનેબલ કપડા માટે પ્રખ્યાત છે. અહીં કપડાંની સોથી વધુ દુકાનો છે. આગની જ્વાળાઓ ઘણી ઊંચાઈએથી દેખાઈ રહી હતી. ફેશન સ્ટ્રીટ ઉપર ધુમાડો ઉછળતો જોઈ શકાતો હતો.
આ કારણે થોડી જ વારમાં આગે પકડ્યું વિકરાળ સ્વરૂપ
આગ ઝડપથી પ્રસરવાનું કારણ અહીંની દુકાનો એકબીજાને અડીને આવેલી છે. કપડાની દુકાનો હોવાને કારણે તે વધુ ઝડપથી ફેલાઈ હતી. આગ ઝડપથી પ્રસરી જવાને કારણે સ્થાનિક પ્રશાસને તાત્કાલિક ત્યાં હાજર લોકોને હટાવીને સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો હતો. તેથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
પ્રાપ્ત અહેવાલ મુજબ આ આગની ઘટનામાં જાનમાલની હાની નથી પહોંચી પરંતુ લગભગ 15 -20 જેટલી દુકાનો બળીને ખાખ થઈ જતા મોટાપાયે આર્થિક નુકસાનની વકી સેવવામાં આવી રહી છે. આગની સૂચના મળતા પોલીસ ટીમ અને અને બીએમસીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે 12 વાગ્યાની આસપાસ સૌથી પહેલા એક દુકાનમાંથી ધુમાડો નીકળવાની શરુઆત થઈ હતી અને કોઈ કંઈ સમજે તે પહેલા આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરુપ પકડી લીધું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર