Home /News /gujarat /દમણમાં આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ, લાખોનો સામાન બળીને ખાક

દમણમાં આવેલી એક કંપનીમાં લાગી ભીષણ આગ, લાખોનો સામાન બળીને ખાક

કંપનીમાં લાગી ભીષણ આગ

Ganesh Packaging Company: દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા આટીયાવાડ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ફોમ બનાવતી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

    ભરત પટેલ, દમણ: દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા આટીયાવાડ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. ફોમ બનાવતી ગણેશ પેકેજીંગ નામની કંપનીમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે, કંપની ફોમ અને થર્મોકોલ બનાવે છે. શરૂઆતમાં કંપનીના ગોડાઉનમાં આગની શરૂઆત થઈ હતી. જે બાદ આખા ગોડાઉનમાં આગ ફરી વળી હતી. જેથી ઘણો માલસામાન પણ બળીને ખાક થઈ ગયો હતો.

    કંપનીમાં તૈયાર અને કાચો સામાન પડ્યો હતો


    ઉલ્લેખનીય છે કે, ગોડાઉનમાં મોટી માત્રામાં ફોમનો અને થર્મોકોલનો તૈયાર અને કાચો સામાન પડ્યો હતો. જે બાદ મોટી માત્રામાં માલ સામાન ભરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આથી સમગ્ર વિસ્તારમાં ધુમાડાનું સામ્રાજ્ય પણ છવાઈ ગયુ હતું. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડા પાંચ કિલોમીટર દૂરથી દેખાતા હતા. ગોડાઉનમાં આગ લાગવાથી મોટા પ્રમાણેમાં માલસામાનને પણ નુકશાન થયુ હોવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: જેઠાણી ઘર છોડીને જતી રહેતા જેઠ સાથે સંબંધ રાખવા દેરાણી પર દબાણ, જાણો શું છે હકીકત!

    દમણના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવી પહોંચી


    મળતી વિગતો પ્રમાણે બનાવની જાણ થતા જ પ્રથમ દમણના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. જોકે ત્યારબાદ વધુ ફાયર ફાઈટરની જરૂર જણાતાં વાપી, સરીગામ સહિત આસપાસના વિસ્તારના ફાયર બ્રિગેડની ટીમો પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં તૈયાર અને કાચો માલ સામાન આવેલો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ જેથી આસપાસના ફાયર બ્રિગેડની ટીમોને પણ જાણ કરવામાં આવી હતી.


    આગ લાગવાનું કારણ પણ હજુ સુધી અકબંધ


    ઉલ્લેખનીય છે કે, આગ પર કાબુ મેળવવા આઠથી વધુ ફાયર ફાઇટરોની ટીમો ઘટના સ્થળે આવી પહોયી અને આગને કાબુમાં લેવા માટે કામે લાગી હતી. મળતી વિગતો પ્રમાણે ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાની થયાના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. આ સાથે જ ગોડાઉનમાં આગ લાગવાનું કારણ પણ હજુ સુધી અકબંધ રહ્યુ છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: આગ, ગુજરાત, ભીષણ આગ

    विज्ञापन
    विज्ञापन