Home /News /gujarat /મોરબી: 14 વર્ષની સગીરા પર તેના જ કૌટુંબિક સગાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

મોરબી: 14 વર્ષની સગીરા પર તેના જ કૌટુંબિક સગાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી

પોલીસે ફરિયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ગાંધીધામના વતની રણજીત પ્રેમજી પરસોડા નામના શખ્સ તેને લલચાવી ફોસલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

  • News18 Gujarati
  • Last Updated :
  • Morvi (Morbi), India
    મોરબી: મોરબીના સામાકાઠા વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરા પર તેના જ કૌટુંબિક સગાએ દુષ્કર્મ આચરી ગર્ભવતી કરી દીધી હતી. જોકે આ ઘટનાથી સગીરાની માતા લાંબા સમય સુધી અજાણ હતી. જોકે સગીરાની તબિયત લથડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને સગીરાને 7 માસનો ગર્ભ રહી ગયો હોવાનું સામે આવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. બનાવ અંગે મહિલાએ બી ડીવીઝન પોલીસ મથક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

    મોરબીના સામાકાઠા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં રહેતી એક મહિલાની 14 વર્ષીય સગીર વયની દીકરી પર મૂળ કચ્છમાં જિલ્લાના ગાંધીધામના વતની રણજીત પ્રેમજી પરસોડા નામના શખ્સ તેને લલચાવી ફોસલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ સગીરા ગર્ભવતી બનતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. બનાવ બાદ સગીરાની માતાએ કૌટુંબિક સગા થતા આ આરોપી રણજીત વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં કરિયાદ નોધાવી હતી. માતાની કરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી રણજીત વિરુધ્ધ આઈપીસી અને પોક્સો એક્ટની અલગ-અલગ કલમ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    આ પણ વાંચો: રાહુલ ગાંધીને મોટો ઝટકો: લોકસભાની સદસ્યતા થઇ રદ

    જોકે આ ઘટનાથી સગીરાની માતા લાંબા સમય સુધી અજાણ હતી જોકે સગીરાની તબિયત લથડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને સગીરાને 7 માસનો ગર્ભ રહી ગયો હોવાનું સામે આવતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. બનાવ અંગે મહિલાએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. પોલીસે પણ ફરિયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Morbi, Morbi News

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો