Home /News /gujarat /ACBની ટ્રેપમાં આવ્યો સરકારી બાબુ, ફોરેસ્ટની જગ્યામાં આવેલ વૃક્ષો કઢાવવા લાંચ માંગી

ACBની ટ્રેપમાં આવ્યો સરકારી બાબુ, ફોરેસ્ટની જગ્યામાં આવેલ વૃક્ષો કઢાવવા લાંચ માંગી

ફોરેસ્ટની જગ્યામાં આવેલ વૃક્ષો કઢાવવા માટે રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી.

Gandhinagar News: એસીબીના ફરિયાદીની જમીનની આગળ ફોરેસ્ટની જગ્યામાં આવેલ વૃક્ષો કઢાવવા માટે ફરિયાદીએ સુનિલ દંતાણી નામના ખાનગી વ્યક્તિનો સંપર્ક કર્યો હતો.

અમદાવાદ: સરકારી વિભાગમાં લાંચ રૂશ્વતનું પ્રમાણ ઓછું થાય તે માટે એસીબી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જો કે તેમ છતાં કેટલાક સરકારી બાબુઓ છે કે જે સુધરવાનું નામ નથી લઇ રહ્યાં અને એક પછી એક સરકારી બાબુઓ લાંચના છટકામાં ઝડપાય છે. ત્યારે ગાંધીનગરમાં આજે એસીબીએ ટ્રેપ કરીને ફોરેસ્ટર વતી લાંચ માંગનાર ખાનગી વ્યક્તિને એસીબીએ રૂપિયા 15 હજારની લાંચ લેતા ઝડપી લીધેલ છે. આરોપીએ ફરિયાદીની જમીનની આગળ ફોરેસ્ટની જગ્યામાં આવેલ વૃક્ષો કઢાવવા માટે રૂપીયા 50 હજારની લાંચની માંગણી કરી હતી. જો કે રકઝક ના અંતે રૂપીયા 20 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

એસીબીના ફરિયાદીની જમીનની આગળ ફોરેસ્ટની જગ્યામાં આવેલ વૃક્ષો કઢાવવા માટે ફરિયાદીએ સુનિલ દંતાણી નામના ખાનગી વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. જેણે ફરિયાદી પાસેથી આ કામના અવેજ પેટે રૂપિયા 50 હજારની લાંચની માંગણી કરી હતી. અને રકઝકના અંતે રૂપિયા 20 હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે એસીબીના આરોપી ફોરેસ્ટર વિકાસ ચૌધરીના કહેવાથી રૂપિયા 5 હજાર સ્વીકાર્યા હતાં.



જ્યારે બાકીના રૂપિયા કામ થયા બાદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી એસીબી એ ફરિયાદના આધારે છટકાનું આયોજન કર્યું હતું. જેમાં વિકાસ ચૌધરીના કહેવાથી ખાનગી વ્યક્તિ સુનિલ દંતાણી લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. આમ બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ભ્રષ્ટાચાર આચરતા એસીબી એ ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં એસીબી એ સુનિલ દંતાણી સામે કાર્યવાહી કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: ACB Gujarat, ACB raid, ACB Set Trap, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन