Home /News /gujarat /કતારગામમાં 7 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, આરોપી પોતે પોલીસ સાથે શોધવા નીકળ્યો હતો
કતારગામમાં 7 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, આરોપી પોતે પોલીસ સાથે શોધવા નીકળ્યો હતો
સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ચર્ચા સાથે હાહાકાર મચી જવા પામ્યો હતો.
Surat Crime News: મોડી સાંજે બાળકી ના મળી આવતા પરિવાર દ્વારા ચોક બજાર પોલીસને જાણકારી આપતા પોલીસે આ બાળકીની શોધખોળ શરૂ કરી હતી ત્યારે આરોપી નિલેશ પ્રજાપતિ પણ આ બાળકીને શોધખોળ કરતો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં સવારે ગુમ થયેલી બાળકીની મોડી રાત્રે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. બાળકી જે મકાનમાંથી મળી આવી હતી તે યુવક પોલીસ સાથે બાળકીને શોધવાનું કામ કર્યા બાદ મોડી સાંજે ફરાર થઈ જતા પોલીસે શંકાના આધારે તેની ધરપકડ કરી હતી. જોકે બાળકીના ન્યાય માટે સમાજના લોકો રસ્તા પર બેસી રસ્તા રોકવા આંદોલન કરી વિરોધ નોંધાવ્યો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં બનેલી ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં ચર્ચા સાથે હાહાકાર મચી જવા પામ્યો હતો. કારણ કે આ વિસ્તારમાં રહેતી સાત વર્ષની બાળકી વહેલી સવારથી ગુમ થયા બાદ મોડી રાત્રે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વાળીના ચોક નજીકની તિરૂપતિ સોસાયટીમાં રહેતી સાત વર્ષની બાળકી ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઇ પડોશમાં રહેતો એક યુવકે તેની સાથે દુષ્કર્મમાં આચરી હત્યા કરી નાખી હતી.
જો કે મોડી સાંજે બાળકી ના મળી આવતા પરિવાર દ્વારા ચોક બજાર પોલીસને જાણકારી આપતા પોલીસે આ બાળકીની શોધખોળ શરૂ કરી હતી ત્યારે આરોપી નિલેશ પ્રજાપતિ પણ આ બાળકીને શોધખોળ કરતો હતો. મોડી સાંજે પોલીસને નિલેશના ઘરમાં જ બાળકીની લાશ મળી આવતા નિલેશ ફરાર થઈ ગયો હતો. જો કે પોલીસે મોડી રાત્રે અલગ-અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢ્યો હતો.
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે તપાસ શરૂ કરી હતી. જો કે રાતની ઘટના બાદ પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો પણ ઓડીસા સમાજની આ બાળકીની હત્યારને લઈને સમાજના લોકો સુરતના બજાર વિસ્તારમાં રસ્તા પર બેસી ધરણા શરૂ કર્યા હતા અને આ બાળકીને ન્યાય આપવા સાથે આરોપીની જાહેરમાં ફાસીએ ચઢાવવાની માંગ કરી હતી. જોકે કલાકો સુધી પોલીસે સમજાવ્યા બાદ આખરે આ પરિવાર માની ગયું હતું અને ધરણા બંધ કર્યા હતા.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર