Home /News /gujarat /રાજકોટ : બીડી ન મળવાના કારણે 95 વર્ષના વૃદ્ધ બંધાણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

રાજકોટ : બીડી ન મળવાના કારણે 95 વર્ષના વૃદ્ધ બંધાણીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો

કુવાડવાાં પરિવાર સાથે રહેતા વૃદ્ધના પરિવારના મતે બીડી ન મળવાના કારણે કુદરતી હાજતમાં તકલીફ થઈ રહી હતી.

કુવાડવાાં પરિવાર સાથે રહેતા વૃદ્ધના પરિવારના મતે બીડી ન મળવાના કારણે કુદરતી હાજતમાં તકલીફ થઈ રહી હતી.

હરિન માત્રાવાડિયા, રાજકોટ : કુવાડવામાં રહેતાં કુંવરજીભાઇ ધનાભાઇ બાહુકીયા નામના 95 વર્ષીય વૃધ્‍ધે રૂમમાં કાંધીના લોખંડના હુકમાં પ્‍લાસ્‍ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે સરપંચ સંજયભાઈ પીપળીયા સહિતનાઓ દોડી ગયા હતા અને પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્‍ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. (પ્રતિકાત્મક તસવીર)


આપઘાત કરનાર કુંવરજીભાઇ 3 ભાઇ અને 1 બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં 4 પુત્ર છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે કુંવરજીભાઇને બીડી પીવાનું બંધાણ હતું પરંતુ લોકડાઉનમાં તેમને બીડી મળતી ન હોઇ તકલીફમાં મુકાઇ ગયા હતાં. પુત્રો અને પરિચિતોએ અગાઉ ક્‍યાંકથી થોડી ઘણી બીડીઓ લાવી દીધી હતી જેનો તે એકાંતરે ઉપયોગ કરતાં હતાં. (પ્રતિકાત્મક તસવીર)


પરંતુ પાંચ છ દિવસથી એક પણ બીડી મળતી ન હોઇ અને બીડી ન મળવાને કારણે કુદરતી હાજતમાં પણ તકલીફ થઇ ગઇ હતી. અંતે કંટાળીને સવારે ઓરડીનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. (પ્રતિકાત્મક તસવીર)


સવારે પુત્ર જાગ્યો ત્‍યારે પિતાના રૂમનો દરવાજો બંધ હોઇ ધક્કો મારી તોડીને જોતાં પિતા લટકતાં મળ્‍યા હતાં. બનાવને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો છે. લોકડાઉનને કારણે બંધાણીઓ હેરાન થઇ ગયા છે. મોરબીનો યુવાન હજુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યાં જ એક વૃધ્ધે આપઘાત કરી લેતા સરકાર સામે પરિવારે પણ રોષ ઠાલવ્યો હતો. અત્યારે જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે આવા સમયે વ્યસનીઓની પરિસ્થતી કફોળી બની છે. (પ્રતિકાત્મક તસવીર)
First published:

विज्ञापन