રાજ્યમાં Coronaના કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં 915 કેસ પોઝિટિવ,749 દર્દી રિકવર થયા

News18 Gujarati
Updated: July 14, 2020, 8:07 PM IST
રાજ્યમાં Coronaના કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં 915 કેસ પોઝિટિવ,749 દર્દી રિકવર થયા
પ્રતિકાત્મ તતસવીર

અત્યારસુધીના સૌથી વધુ પોઝિટિવ કેસ 14મી જુલાઈએ નોંધાયા, સુરતમાં ફરી 291 દર્દીને ચોંટ્યો કોરોના, 24 કલાકમાં 14 દર્દીનાં મોત

  • Share this:
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના કેસનો (Gujarat coronavirus cases) વિસ્ફોટ થયો છે. રાજ્યમાં પહેલી વાર 24 કલાકમાં 915 કેસ પોઝિટિવ નોંધાતા હાહાકાર મચી ગયો છે. એક તરફ અમદાવાદથી સુરત અને વડોદરા-ભરૂચની એસટી સેવા બંધ કરવામાં આવી છે તો રાજ્યના 10થી વધુ જિલ્લામાં ડબલ ડિજીટ અને સુરત અમદાવાદમાં ત્રણ ડિજીટમાં કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીના દુખદ નિધન થયા છે. જોકે, 24 કલાકમાં 749 દર્દીઓ સાજા પણ થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો
43723 પર જ્યારે કોરોનાના કારણે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ 11097 થઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 154, સુરત કોર્પોરેશનમાં 221, સુરત જિલ્લામાં70, વડોદરા કોર્પોરેશનમાં 56, ભાવનગર કોર્પોરેશનમાં 33, સુરેન્દ્રનગરમાં 31, ભરૂચમાં 28, બનાસકાંઠામાં 21, મહેસાણામાં 21, વડોદરા જિલ્લામાં 20, દાદોહમાં 19, રાજકોટ કોર્પોરેશનમાં 17, ખેડામાં 15, ગાંધીનગરમાં 14, વલસાડમાં 14, અમદાવાદમાં 13, જામગનરમાં 13, જૂનાગઢમાં 13, ભાવનગર જિલ્લામાં 12, ગાંધઈગર કોર્પોરેશન, જૂનાગ કોર્પોરેશનમાં 12-12, આણંદ, નવસારીમાં 10-10 કેસ નોંધાયા છે. દરમિયાન મહિસાગારમાં અને પાટણમાં 9-9 વ્યક્તિને કોરોના ચોંટ્યો છે.

જ્યારે પંચમહાણ અને સાબરકાંઠામાં 8-8, ગીરસોમનાથ, કચ્છ, રાજકોટ, તાપીમાં 7-7, જામનગર અને મોરબીમાં 5-5, નર્મદામાં 4, છઓટાઉદેપુરમાં 3, અને અમરેલી, બોટાદ, પોરબંદરમાં 2-2 અને અરવલ્લીમાં 1 કેસ મળીને કુલ 915 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો :  અમદાવાદ : છાતીના ભાગમાં 30 ઘન સેમી જેટલી કેન્સરની ગાંઠ હતી, સિવિલે ટ્યૂમર કાઢી આપ્યું નવજીવન
જ્યારે રાજ્યમાં અમદાવાદમાં 3, સુરતમાં 3, વડોદરામાં 3, સુરત જિલ્લામાં 2, બનાસકાંઠાં અને ભાવનગરમાં અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 મૃત્યુ થયું છે. કુલ 24 કલાકમાં 14 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં 11097 દર્દી એક્ટિવ કેસ તરીકે દાખલ છે જેમાંથી 71 વેન્ટીલેટર પર છે અને 11026 દર્દી સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાએ અત્યારસુધીમાં 2071 દર્દીનો ભોગ લીધો છે.

આ પણ વાંચો :  સુરત : 'સ્થિતિ ખરાબ છે, છટકી જજો અહીંથી, કાલે તો મેં 70-80 લાશ ગણી', 108ના ડ્રાઇવરની ઑડિયો ક્લિપ Viral

સુરતમાં સેલ્ફ લૉકડાઉન

સુરતમાં કોરોનાનાં વાયરસને લઈ સ્થિત ગંભીર બની છે.છેલ્લા 15 દીવસથી તો સ્થિતિ બેકાબુ બની છે. પોઝીટીવ કેસોમાં જે પ્રમાણે વધારો થઇ રહ્યો છે તેની સાથે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. જેને લઈને હવે ફરી લોકડાઉનનું તાતી જરૂરીયાત હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. પરંતુ તેની સામે શહેરમાં કેટલાક લોકો સેલ્ફ લોક ડાઉનનો માર્ગ અપનાવી રહ્યાં છે. કેટલાક વેપારીઓએ પોતાના કામ ધંધાના સમયને મર્યાદિત કરી દીધો છે તો કેટલાક લોકોએ દસથી પંદર દિવસ દુકાનો બંધ રાખવાનો નિર્ણય પણ કર્યો છે.
Published by: Jay Mishra
First published: July 14, 2020, 7:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading