સુરતમાં ચિંતા વધી : આજે 82 નવા પોઝિટિવ કેસ 24 કલાકમાં 2નાં મોત, 71 કેસ શહેરનાં


Updated: June 3, 2020, 7:21 PM IST
સુરતમાં ચિંતા વધી : આજે 82 નવા પોઝિટિવ કેસ 24 કલાકમાં 2નાં મોત, 71 કેસ શહેરનાં
પ્રતિકાત્મક તસવીર

જાણો સુરતમાં ક્યાં વિસ્તારમાં કોરોનાની સ્તિતિ ચિંતાજનક, આજે ક્યા વિસ્તારમાંથી વધુ નોંધાયા કેસ?

  • Share this:
સુરત જિલ્લામાં સતત કોરોનાના દર્દી વધી રહ્યા છે. ત્યારે આજે વધુ 82 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સુરતમાં શહેરમાં આજે 71 જયારે ગ્રામીણ વિસ્તારમાં 11 દર્દી સાથે કુલ પોઝિટિવ દર્દી સંખ્યા 1903 પર પહોંચી છે. જયારે આજે બે દર્દીના મોત સાથે મરણનો આંક 78 પર પહોંચ્યો છે. તેવામાં આજે 51 દર્દીએ કોરોનાને માત પણ આપી છે પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉન છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દી સંખ્યા માં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે. આજે સુરતમાં કોરોના પોઝિટિવ નવા 82 દર્દી નોંધાયા છે .જેમાં શહેર વિસ્તારમાં 71 કેસ નોઁધાયા છે .શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા  1767  જયારે ગ્રામીણ વિસ્તારમાં આજે વધુ 11 કેસ સાથે દર્દી સંખ્યા 136  પર પહોંચી છે. જિલ્લામાં અત્યારસુધી નોંધાયલે પોઝિટિવ કુલ દર્દીની સંખ્યા 1903  પર પહોંચી ગઈ છે.

તેવામાં આજે બે  દર્દીના કોરોનાને લઇને મોત થયા છે અને મૃત્યુઆંક 78 થયો છે. જેમાંથી બે મૃત્યુ જિલ્લાના છે અને 76 મોત શહેર વિસ્તારના છે . આજે શહેરમાંથી 48 અને જિલ્લાના 3 મળીને કુલ 51દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા  1259  થઈ છે. જેમાંથી જિલ્લાના 91 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે. જોકે આજે કોરોના ને લઇને બે  મોત સામે આવ્યા છે

આ પણ વાંચો :  સુરત : પેઢીએ 100 રત્નકલાકારોની હકાલપટ્ટી કરી, આ સ્થિતિમાં ગામડેથી કોણ પાછું આવશે?

કતારગામ ઝોનમાં આવેલ કોસાડ આવાસમાં રહેતા 40 વર્ષીય વિજુબેન પરમાર ગત 3 મેના રોજ કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું આજે મોત થયું છે. તેવામાં ઉધના ઝોનમાં હરિનગર ખાતે રહેતા 61 વર્ષીય  અરુણા બેન ભૂતવાળા પ્રેસર અને થાઇરોડની બીમારીથી પીડાતા હતા .જોકે ગત 29 મેના રોજ તેમનો કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.

આ પણ વાંચો :  લૉકડાઉન ખૂલતા જ રાજકોટ લોહિયાળ થયું, છરીના ઘા ઝીંકી મહિલાની કરપીણ હત્યાઆજે સેન્ટ્રલ ઝોનમાં 7, વરાછા એ ઝોનમાં 6, વરાછા બીમાં 1, રાંદેરઝોનમાં 4 કતારગામ ઝોનમાં 17, લીબાયત ઝોનમાં 17, ઉધના ઝોનમાં 16 અઠવા ઝોનમાં 3 કેસ નોંધાયા છે. આમ તો લીબાયત સાથે કતારગામ ઝોનમાં સતત દર્દી સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેને લઈને તંત્રની ચિંતા વધી છે અને આગામી દિવસ આ વિસ્તારના લોકો જો ધ્યાન નહિ આપેતો વધુ કેસ વધે તેવી શક્યતા ને લઇને આ વિસ્તરમાં તંત્ર દ્વારા આપવામાં આવેલી છૂટછાટ પછી ખેંચવામાં આવે તેવું લાગી રહ્યુ છે.

 
First published: June 3, 2020, 7:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading