તામિલનાડુના કુડ્ડાલોર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, ફેક્ટરી માલિક સહિત સાતનાં મોત

તામિલનાડુના કુડ્ડાલોર ખાતે ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, ફેક્ટરી માલિક સહિત સાતનાં મોત
ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ.

ફેક્ટરીમાં નવ મહિલા હતી, જેમાંથી સાતનાં મોત થયા છે, મૃતકોમાં ફેક્ટરી માલિક અને તેની દીકરી પણ સામેલ છે.

  • Share this:
    કુડ્ડાલોર : તામિલનાડુ (Tamil Nadu)ના કુડ્ડાલોર (Cuddalore)માં એક ફટાકડાની ફેક્ટરી (Cracker Factoryમાં જોરદાર વિસ્ફોટ થયાના સમાચાર છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી પ્રમાણે વિસ્ફોટને કારણે સાત લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થવાના સમાચાર છે. તમામ ઈજાગ્રસ્તોનો સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવી માહિતી મળી છે કે ફેક્ટરીમાં નવ મહિલા હતી. જેમાંથી સાતનાં મોત થયા છે. મૃતકોમાં ફેક્ટરી માલિક અને તેની દીકરી પણ સામેલ છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા સાથે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

    પ્રાપ્ત વિગત પ્રમાણે તામિલનાડુના કુડ્ડાલોરમાં શુક્રવારે સવારે જ્યારે લોકો કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમણે વિસ્તારમાં જોરદાર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો. ધડાડો કેટલો પ્રચંડ હતો તેનો અંદાજ એના પરથી લગાવી શકાય છે કે તેને અવાજ અનેક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્ફોટ જિલ્લાના કુરુનકુડી ગામ ખાતે આવેલી ફેક્ટરીમાં થયો હતો. આ વિસ્તાર રાજધાની ચેન્નાઇથી 190 કિલોમીટર દૂર છે.



    ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ તાત્કાલિક આગ બૂઝાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધી ફટાકડાની ફેક્ટરીમાંથી સાત મૃતદેહ કાઢવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર વિભાગ હાલ ફેક્ટરીમાં કયા કારણે આગ લાગી હતી તેના કારણની તપાસ કરી રહ્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:September 04, 2020, 13:32 pm

    ટૉપ ન્યૂઝ