રાજકોટમાંથી ઝડપાયો ઘોરણ 7 પાસ ડોક્ટર, આ રીતે કર્યું એક્સપાયરી દવાઓનું કૌભાંડ

કુલ 21,25,200/ નો શંકાસ્પદ દવા સીરપનો જથ્થો મળી આવ્યો હતો.

માનવ સ્વાસ્થ્યને હાની પહોંચાડે તેવી આયુર્વેદીક દવાઓ/સીરપનુ વેચાણ કરતા વ્યક્તિનવ એક્સપાયર્ડ થયેલ આયુર્વેદીક દવાઓ/સીરપના મસમોટો જથ્થો ઝડપાયો

  • Share this:
રાજકોટ: શહેરની શ્રમજીવી સોસાયટીમાં રહેતા પરેશ પટેલના મકાન અને ગોડાઉનમાં રાજકોટ (Rajkot) શહેર એસઓજીએ રેડ કરતા અલગ-અલગ 15 બ્રાન્ડની આયુવેદી દવાઓ (Ayurved) તથા અલગ-અલગ સ્ટીકરો મળી આવ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક જ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Food and Drugs) તેમજ આરોગ્યા વિભાગનો સંપર્ક કરી સ્થળ પર બોલાવી દવા અને સીરપના જથ્થાની ખરાઇ કરાવી હતી. જેમાં કુલ 21,25,200/ નો શંકાસ્પદ દવા સીરપનો જથ્થો મળી આવ્યો હતો.

તપાસમાં પરેશભાઇ પટેલના પત્ની મીનલબેનના નામે ઓશો કલીનીક નવા એસટી બસસ્ટેન્ડ પર ત્રીજા માળે આવેલ હોય ત્યા રેઇડ કરી કિંમત 1,59,355 વધુ શંકાસ્પદ દવાનો જથ્થો મળતા કુંડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ આરોગ્ય વિભાગને સ્થળ પર બોલાવી સેમ્પલીંગ કરાવામાં આવ્યું હતું તેમજ આયુર્વેદીક દવાઓ અને મળી આવેલ સીરપ તથા ફુડ કેટેગરીમાં ન્યુટ્રીશનલ હેલ્થ સપલીમેન્ટનું ઉત્પાદન અને વેચાણનો વ્યવસાય થતો હતો તે અંગે જરુરી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અંતગ જરરી FSSSAનંબર મળી આવ્યો હતો.

આ અંગે રાજકોટ મહનગરપાલીકામા વેરીફીકેશન કરવવામાં આવતા આ નંબરો પરેશ પટેલના નામે મળી આવ્યું ન હતું.  પરેશ પટેલ કોટડા સાંગાણીના રામોદ ગામે આવેલા વ્રજરાજ ઓર્ગેનિકસના એફએસએસએઆઇ નંબરનો ઉપયોગ કરતો હતો જેના માલીકને તપાસમાં બોલાવતા તેઓ આવી કોઇ પ્રોડકટ બનાવતા ન હોય જણાવ્યું હતું. તેમજ તપાસમાં આ કામે એકસપાયરી તારીખ વાળી દવાઓમાં નવા સ્ટીકર મળી આવ્યા હતા જે સ્ટીકર પ્રીન્સ નામના ગ્રાફિક ડિઝાઇનરે તૈયાર કર્યું હતું.

વ્રજરાજ ઓર્ગેનિકસના માલીક ઉપેન્દ્રભાઇ નાથાણીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ડોકટર પરેશભાઇ હરીલાલ પટેલ, મીનલબેન, પરેશભાઇ હરીલાલ અને ગ્રાફીક ડિઝાઈનર પ્રીન્સ હીતેષભાઇ દઢાણીયાની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, આરોપી પરેશ પટેલ માત્ર ધોરણ 7 પાસ છે. પરેશ પટેલે ગેઝેટમાં સોગંદનામું કરી 'Dr' ને બદલે પોતાના નામમાં જ સુધારો કરી ''ડોકટર પરેશ પટેલ'' લખાવ્યું છે. જોકે તેમના પત્ની પણ ડોક્ટરને લગતી કોઈ ડીગ્રી ધરાવતા નથી ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:kuldipsinh barot
First published: