સુરત : ઓલપાડમાંથી લાખોની કિંમતનો અધધધ.. 30 મણ ગાંજો ઝડપાયો

સુરત : ઓલપાડમાંથી લાખોની કિંમતનો અધધધ.. 30 મણ ગાંજો ઝડપાયો
ગાંજાનો આટલો મોટો જથ્થો જોઈને રેડ કરવા ગયેલી પોલીસ પણ આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી.

એલસીબી અને એસઓજીએ બાતમીના આધારે રેડ કરી એક શખ્શને ઝડપી પાડ્યો, દક્ષિણ ગુજરાતમાંથી ગાંજાનું મોટું નેટવર્ક ઝડપાયું

 • Share this:
  કેતન પટેલ, સુરત : દક્ષિણ ગુજરાતમાં ગાંજાનો ધીકતો વેપાર ડામી દેવા માટે પોલીસે કમર કસી છે ત્યારે દર મહિને બે મહિને ગાંજો વેચતા ઇસમો ઝડપાઈ રહ્યા છે. દરમિયાન સુરત જિલ્લામાં નશાની તસ્કરી કરતા એક શખ્શને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઓલપાડમાં એક દરોડો પાડી ઝડપી પાડ્યો છે. જોકે, જાણીને આશ્ચર્ય થશે પરંતુ આ શખ્સે ઓલપાડના કુદસદ ગામે આ વ્યક્તિએ ગોડાઉન બનાવી ગાંજાનો ધંધો શરૂ કર્યો હતો. ઝડપાયેલા શખ્સ સાથે પોલીસે અધધ.. 600 કિલો એટલે કે 30 મણ ગાંજો ઝડપી પાડ્યો છે.

  ખેતરમાં ગોડાઉન બનાવ્યું હતું  પોલીસની રેડમાં ઝડપાયેલા શખ્સે કુદસદ ગામે આવેલા એક ખુલ્લા ખેતરમાં ગોડાઉન બનાવ્યું હતું અને તેમાં ખાતરના કોથળામાં ગાંજો ભરી રાખ્યો હતો. આ ગાંજો તે ઓરિસ્સાથી મંગાવી અને છૂટકમાં સપ્લાય કરતો હતો. જોકે, પોલીસને આ બાબતની જાણ થતા જ આજે સુરત જિલ્લાની એલસીબી અને એસઓજી પોલીસ ત્રાટકી હતી અને નશાના કારોબારનો પર્દાફાશ કર્યો હતો.

  આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની ઓનલાઇન ટિકિટમાં કૌભાંડ! 1,000ની ટિકિટના રૂ.1,260 ઉઘરાવાયા

  આરોપી અગાઉ પણ ઝડપાયો હતો

  પ્રાપ્ત અહેવાલો મુજબ ઓલપાડમાંથી ગાંજા સાથે ઝડપાયેલો શખ્શ અગાઉ પણ ગાંજા સાથે ઝડપાયો હતો. આ શખ્સ અગાઉ 14 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો પરંતુ તે છૂટી ગયો હતો તેમ છતાં તેણે નશાનો કારોબાર બંધ કર્યો નહોતો. ગાંજાની કિંમત પણ ઉંચી હોય છે ત્યારે આટલો મોટો જથ્થો તેણે સાચવી રાખ્યો ત્યારે પોલીસને બાતમી મળી હતી અને તેના આધારે આ આ નેટવર્ક ઝડપાયું હતું

  આ પણ વાંચો :   તસવીરો : અલ્પેશ ઠાકોરે પિતા વગરની દીકરી સાથે દીકરાના સાદાઈથી લગ્ન કરાવી સમાજને ચીંધી રાહ

  લાખોમાં કિંમત હોવાનું અનુમાન

  પ્રાપ્ત અહેવાલો મુજબ 600 કિલો ગાંજાની બજાર કિંમત લાખો રૂપિયા હોવાનું અનુમાન છે. જોકે, ગાંજાના કોઈ સ્ટાન્ડર્ડ ભાવ નથી હોતા પરંતુ નશાના બજારમાં જરૂરિયાત અને સપ્લાયના આધારે કાળો કારોબાર કરવામાં આવે છે. આ પ્રકારના હોલસેલરો છૂટક સપ્લાયરોને ગાંજો વેચી મારતા હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતમાંથી પોલીસને લાખો રૂપિયાની કિંમતનો અંદાજ ધરાવતો 30 મણ ગાંજો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
  Published by:News18 Gujarati
  First published:February 02, 2020, 19:40 IST

  ટૉપ ન્યૂઝ