Home /News /gujarat /

HOLI 2020: દુનિયાના 5 દેશ જ્યાં દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે હોળી જેવા તહેવાર

HOLI 2020: દુનિયાના 5 દેશ જ્યાં દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે હોળી જેવા તહેવાર

જાણીએ દુનિયાના અલગ-અલગ હિસ્સાઓમાં ઉજવાતાં હોળી જેવા એ તહેવારો કયા-કયા છે

જાણીએ દુનિયાના અલગ-અલગ હિસ્સાઓમાં ઉજવાતાં હોળી જેવા એ તહેવારો કયા-કયા છે

    દેશમાં હોળી-ધૂળેટી (HOLI 2020)નો ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો દુનિયાના અનેક દેશોમાં હોળી જેવા તહેવાર (Festivals like holi) ઉજવવામાં આવે છે. જાણીએ દુનિયાના અલગ-અલગ હિસ્સાઓમાં ઉજવાતાં હોળી જેવા 6 તહેવાર કયા-કયા છે...


    દક્ષિણ કોરિયામાં જુલાઈ મહિનામાં બોરિયોંગ મડ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. 10 દિવસ સુધી ચાલતાં આ ફેસ્ટિવલમાં લોકો એક બીજા પર માટીનો લેપ લગાવે છે. હોળી જેવા આ તહેવારમાં લોકો માટીને શરીર પર લગાવે છે.


    સ્પેનમાં ઑગસ્ટ મહિનામાં લા ટોમાટીના ફેસ્ટિવલ ઉજવાય છે. આ તહેવાર એક બીજા પર ટમેટા મારીને ઉજવાય છે. સમગ્ર દુનિયામાં સ્પનનો આ તહેવાર ખૂબ પ્રચલિત છે.


    થાઈલેન્ડમાં સોંગક્રન નવા વર્ષની શરૂઆતમાં ઉજવાતો તહેવાર છે. 13 એપ્રિલના દિવસે શરૂ થતો આ ફેસ્ટિવલ બે-ત્રણ દિવસ સુધી ચાલે છે. આ નેશનલ હૉલીડેને લોકો બિલકુલ હોળીની જેમ ભીંજાઈને ઉજવે છે.


    ઉત્તર સ્પેનમાં હારો વાઇન ફેસ્ટિવલની ઉજવણી થાય છે. જૂન મહિનામાં ઉજવાતાં આ તહેવારમાં લોકો એક-બીજા પર વાઇન ફેંકીને ઉજવણી કરે છે.


    સ્પેનમાં જ સપ્ટેમ્બર મહિનામાં કાસ્કામોરસ ફેસ્ટિવલની ઉજવણી થાય છે. આ ફેસ્ટિવલમાં લોકો એક-બીજાને કાળા રંગથી રંગીને ઉજવણી કરે છે.


    ફેબ્રુઆરી મહિનામાં ઈટલીમાં બૅટલ ઑફ ધ ઑરેન્જ નામથી આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. સ્પેનમાં ટમેટાની જેમ ઈટલીમાં લોકો એક-બીજા પર નારંગી ફેંકે છે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन