5G Service India: ટૂંક સમયમાં 5G સેવા શરૂ થવાની અપેક્ષા, DoT જૂનમાં સ્પેક્ટ્રમની કરી શકે છે હરાજી
5G Service India: ટૂંક સમયમાં 5G સેવા શરૂ થવાની અપેક્ષા, DoT જૂનમાં સ્પેક્ટ્રમની કરી શકે છે હરાજી
ટૂંક સમયમાં 5G સેવા શરૂ થવાની અપેક્ષા, DoT જૂનમાં સ્પેક્ટ્રમની કરી શકે છે
5G Service India: ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર જૂનની શરૂઆતમાં 5G સ્પેક્ટ્રમની (5G spectrum) હરાજી કરી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અપેક્ષિત સમયરેખા મુજબ કામ કરી રહ્યું છે. આ સાથે, સ્પેક્ટ્રમની કિંમતને લઈને ટેલિકોમ કંપનીઓની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
દેશમાં ટૂંક સમયમાં 5G સેવા શરૂ થવાની આશા વધી ગઈ છે (5G Service in India) . તેનાથી ઈન્ટરનેટની સ્પીડ તો વધશે જ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નું ડિજિટલ ઈન્ડિયાનું #DigitalIndia સપનું પૂર્ણપણે સાકાર થશે. સરકાર જૂન મહિનામાં 5G સ્પેક્ટ્રમની હરાજી માટે તૈયારી કરી રહી છે.
ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે (Telecom Minister Ashwini Vaishnav) ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર જૂનની શરૂઆતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી કરી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અપેક્ષિત સમયરેખા મુજબ કામ કરી રહ્યું છે. આ સાથે, સ્પેક્ટ્રમની કિંમતને લઈને ટેલિકોમ કંપનીઓની ચિંતાઓને દૂર કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
અશ્વિની વૈષ્ણવે કહ્યું, “અમે હરાજી કરવાની અમારી સમયમર્યાદા મુજબ આગળ વધી રહ્યા છીએ. તે જૂનની શરૂઆતમાં શરૂ થવાની ધારણા છે. તેમના મતે ડિજિટલ કોમ્યુનિકેશન કમિશન ટ્રાઈની ભલામણો પર વિચાર કરશે અને સ્પષ્ટતા માટે તેનો સંપર્ક કરશે.
સ્પેક્ટ્રમની કિંમતોમાં 39%નો ઘટાડો
ટેલિકોમ રેગ્યુલેટર TRAI એ દેશમાં 5G સેવાઓ શરૂ કરવા માટે સ્પેક્ટ્રમની મોટી હરાજી કરવાની યોજના તૈયાર કરી છે. તાજેતરમાં, TRAI એ 5G સેવાઓ માટે 30 વર્ષથી વધુ સમય માટે વિવિધ બેન્ડમાં રૂ. 7.5 લાખ કરોડથી વધુના સ્પેક્ટ્રમની હરાજી કરવાની ભલામણ કરી હતી. ટ્રાઈની આ ભલામણમાં સ્પેક્ટ્રમની કિંમતમાં અગાઉની સરખામણીમાં 39 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
સ્પેક્ટ્રમના ભાવમાં ઘટાડા છતાં ટેલિકોમ કંપનીઓ નિરાશ છે. ટેલિકોમ કંપનીઓના સંગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI)એ કહ્યું છે કે ટ્રાઈ દ્વારા પ્રસ્તાવિત કિંમત ઘણી વધારે છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર