મોદી-ઇવાન્કાની મુલાકાત બાદ ચોરોનો તરખાટ, સમિટ બહારથી 58 પોટ્સ ચોરી ગયા!

હૈદરાબાદને શણગારવા માટે લગાવવામાં આવેલા 58 પોટ્સ ચોરી થઈ ગયા છે. એટલું જ નહીં શણગાર માટે રાખવામાં આવેલા ફૂલઝાડના છોડ પણ લોકો ઉપાડીને લઈ ગયા હતા.

હૈદરાબાદને શણગારવા માટે લગાવવામાં આવેલા 58 પોટ્સ ચોરી થઈ ગયા છે. એટલું જ નહીં શણગાર માટે રાખવામાં આવેલા ફૂલઝાડના છોડ પણ લોકો ઉપાડીને લઈ ગયા હતા.

  • Share this:
હૈદરાબાદઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા તાજેતરમાં જ ગ્લોબલ એન્ટરપ્રેન્યોર સમિટમાં ભાગ લેવા માટે હૈદરાબાદ આવી હતી. આ સમિટ માટે લાખો રૂપિયાના ખર્ચે શહેરમાં સજાવટ કરવામાં આવી હતી. સમિટ દરમિયાન શહેરને વર્લ્ડ ક્લાસ હોવાનું બતાવવામાં આવ્યું હતું. પરંતુ સમિટ પૂરી થતા જ શહેરની પ્રતિષ્ઠાને ડાઘ લાગ્યો હોય તેવા બનાવો બન્યા છે. હૈદરાબાદને શણગારવા માટે લગાવવામાં આવેલા 58 પોટ્સ ચોરી થઈ ગયા છે. એટલું જ નહીં શણગાર માટે રાખવામાં આવેલા ફૂલઝાડના છોડ પણ લોકો ઉપાડીને લઈ ગયા હતા.

હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોંધવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે ચોરાયેલા દરેક પોટ્સની કિંમત 6 હજાર રૂપિયા છે. નોંધનીય છે કે આ સમગ્ર વિસ્તાર હાઇ સિક્યોરિટી ઝોન હોવા છતાં ચોરીની ઘટના બની છે. જોકે, ઘટનાના કેટલાક સીસીટીવી હાથ લાગ્યા છે ત્યારે ચોરી કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પ્રાણીઓના આકારના બનેલા આ પોટ્સમાં સુંદર ફૂલોવાળા છોડ પણ લગાવવામાં આવ્યા હતા. ચોરો છોડ સહિત પોટ્સ ઉઠાવી ગયા છે. ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આશરે 500 પોટ્સ હાઈટેક સિટી અને ગચ્ચીબાઉલી વિસ્તારમાં લગાવ્યા હતા. આ ઉપરાંત 5000થી વધારે ફૂલોવાળા છોડ લગાવ્યા હતા. હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર પર વર્ટિકલ ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. તેમાં લાગેલા તમામ છોડ પણ ચોરી થઈ ગયા હતા. ખાસ વાત એ છે કે આ આખો વિસ્તાર હૈદરાબાદના પોશ વિસ્તારોમાંનો એક છે. અહીં અનેક મલ્ટિનેશનલ કંપનીઓની ઓફિસ આવેલી છે. આખો વિસ્તાર હાઇ સિક્યોરિટી ઝોન છે. પોલીસનું કહેવું છે કે દરેક જગ્યાએ સીસીટીવી લાગેલા છે.
First published: