રાજકોટ : રાજકોટ શહેરથી થોડેક દૂર આવેલા ત્રંબા ગામે આજી નદીમાં નાહવા પડેલા બે યુવાનો ડૂબી જતા મોત નિપજ્યા છે. બે પરિવારના બે યુવાનો નદીમાં ન્હાવા પડતાં ડૂબી જતા રંગોત્સવનો તહેવાર બંને પરિવારમાં શોકમય બન્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અલગ-અલગ ઘટનામાં ડૂબી જવાથી 5ના મોત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રાંબાની આજી નદીમાં ધૂળેટી રમ્યા બાદ સાત જેટલા યુવાનો ન્હાવા પડયાં હતા. જે પૈકી બે યુવાનો ડૂબી જતા તેમના મોત નિપજ્યા છે. રાજકોટના આજી ડેમ પાસે આવેલા શ્રીરામ પાર્કમાં બંને યુવાનો રહેતા હતા. 20 વર્ષીય અરજણભાઈ લખમણભાઇ ભુવા અને 21 વર્ષીય કલ્પેશભાઈ જસ્મીન ભાઈ પ્રજાપતિનું ડૂબી જતા મોત નિપજ્યું છે.
સમગ્ર મામલાની જાણ ફાયરબ્રિગેડ તેમજ આજીડેમ પોલીસને થતાં ફાયર બ્રિગેડ તેમજ આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બંને યુવાનોની લાશને આજી નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ આજીડેમ પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી. તો સાથે જ પંચનામાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બંને યુવાનોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમે ખસેડવામાં આવી હતી.
જુવાનજોધ દીકરાના ડૂબી જવાના કારણે મોત નિપજતા ભુવા પરિવાર તેમજ પ્રજાપતિ પરિવારમાં રંગોત્સવનો દિવસ શોકમય માહોલમાં પરિવર્તિત થયો છે. ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા લોકો ધૂળેટીના પર્વ અંતર્ગત ડેમમાં ન્હાવા ન જાય તે માટે ગઈકાલથી જ રાજકોટ આજી ડેમ, આજી ન્યારી ડેમ ખાતે લોકોના અવરજવર પર રોક લગાવી દેવામાં આવી હતી.
ચલથાણના તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના મોત
પલસાણા તાલુકાના ચલથાણના નવા ખોદાયેલા તળાવમાં ન્હાવા પડેલા બે બાળકોના મોત થયા છે. બંને બાળકો પલસાણા તાલુકાના તાંતીથૈયાના હોવાનું બહાર આવ્યું છે. તળાવ ખોદનાર કોન્ટ્રાક્ટર અધૂરું કામ મુકી ભાગી ગયો હતો. જેમાં આ ઘટના બની છે. ધૂળેટીના તહેવારમાં ગરીબ પરિવારમાં પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. પાંચ લોકો નાહવા પડ્યા હતા. પાંચ પૈકી બે ના મોત થયા છે.
" isDesktop="true" id="1084129" >
ઝઘડિયા નર્મદા કિનારે ડૂબી જવાથી એક યુવાનનું મોત
ધૂળેટી પર્વને મનાવવા યુવાન તેના મિત્રો સાથે નર્મદા નદીમાં ન્હાવા ગયો હતો. ઝઘડિયાથી કબીરવડ જવાના રસ્તે આવતી નર્મદા નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત થયું છે. ડૂબી જનાર યુવાન ઝઘડિયાના રાણીપુરા ગામનો રહેવાસી છે.