Home /News /gujarat /

શું ખબર ગુજરાતની ? બેન, 5.38 લાખ બેરોજગાર છે...

શું ખબર ગુજરાતની ? બેન, 5.38 લાખ બેરોજગાર છે...

રાજ્યભરમાં 5.38 લાખ બેરોજગારો છે. આ અમને આવેલું સ્વપ્નું નથી, તમે રજુ કરેલા આંકડાઓ બોલી રહ્યા છે. માત્ર 12,869 લોકોને જ સરકારી નોકરી પ્રાપ્ત થઇ છે. આ આંકડા પાછલા બે વર્ષના છે.

રાજ્યભરમાં 5.38 લાખ બેરોજગારો છે. આ અમને આવેલું સ્વપ્નું નથી, તમે રજુ કરેલા આંકડાઓ બોલી રહ્યા છે. માત્ર 12,869 લોકોને જ સરકારી નોકરી પ્રાપ્ત થઇ છે. આ આંકડા પાછલા બે વર્ષના છે.

    અમદાવાદ :

    ગુજરાત સરકારનું માહિતીખાતું ફિલ્મો જોવા જઈએ કે સરકાર સંચાલિત પ્રોગ્રામ ગુજરાતી ટેલિવિઝન ઉપર જોઈએ એટલે એક બહેન તેમનો ઠાવકો અવાજ લઈને જાહેરાત કરતા બોલે : "શું ખબર ગુજરાતની ?" શું હોય બેન, 5.38 લાખ બેરોજગારો છે, અમદાવાદમાં મહિલા વિરોધના બળાત્કારના કેસોમાં 42% નો વધારો થયો છે, ખાનગી શાળાઓ બેફામ ફી વસુલે છે, નર્મદાના નીર સુકાયા છે, 4803 બાળકો છેલ્લા બે વર્ષમાં ગુમ થયા છે, ખાનગી યુનિવર્સીટીઓ વધી રહી છે, રાજ્યભરમાં 7612 જેટલા દારૂના અડ્ડા ધમધમે છે, દલિતો હિજરત અને આત્મદાહ કરી રહ્યા છે, આર્થિક ભીડના કારણે પરિવારો સામુહિક આત્મહત્યા કરી રહ્યા છે, રાજ્યમાં સૅક્સ રેશિયો ઘટી રહ્યો છે, વાઇબ્રન્ટ ગુજરાત અને કેજી બેસીનના તૂત પાછળ કરોડોનું આંધણ થયું છે અને ટેકાના ભાવો ન મળવાથી ટામેટા, ડુંગળી, મગફળી અને ચીકુ પકાવનારા ખેડૂતો તેમનો માલ રસ્તા ઉપર ઢોળી રહ્યા છે !

    જો તમારા હૈયે 'રામ' વસે તો સામાન્ય માણસ ગાંધીની માફક "હે રામ !' બોલી વિદાય થાય તે પહેલા "શું ખબર છે ગુજરાતની વાળા બેન” જરાક સરકાર તરફથી આ વાસ્તવિકતાઓ પણ લોકો સમક્ષ મૂકજો. જુટ્ઠાણાઓની લાગેલી જબરદસ્ત જડી સામે તમારું નાનકડું સત્ય પણ પ્રજાને મલમરૂપ લાગશે !

    આઠ-આઠ "વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ" દરમિયાન રાજ્યમાં રોકાણો આવશે અને યુવાઓને રોજગારી મળશે તેવા કેટલાય મોટા વચનો અપાયા. સાહેબ, થયું શું ? ખેડા, પંચમહાલ, વલસાડ જિલ્લામાંતો કોઈને સરકારી નોકરી જ મળી નથી. રાજ્યભરમાં 5.38 લાખ બેરોજગારો છે. આ અમને આવેલું સ્વપ્નું નથી, તમે રજુ કરેલા આંકડાઓ બોલી રહ્યા છે. માત્ર 12,869 લોકોને જ સરકારી નોકરી પ્રાપ્ત થઇ છે. આ આંકડા પાછલા બે વર્ષના છે.

    યુવાશિક્ષિતોને રોજગારી આપવાના વાયદા પોકળ સાબિત થયા છે. સરકારી આંકડાઓ મુજબ અમદાવાદમાં 62,608, ખેડામાં 20,988, પંચમહાલમાં 13,227, વલસાડમાં 14,967, આણંદમાં 23,175, ગીર-સોમનાથમાં 7678, વડોદરામાં 37937, તાપીમાં 9975, નવસારીમાં 12,244 શિક્ષિત બેરોજગારો નોંધાયા છે. આ આંકડાઓ તો જે 'રોજગાર નિયામકની કચેરી" માં નોંધાયા હશે તે છે, બાકી ચિત્ર અલગ.

    હા, નર્મદા જિલ્લામાં સૌથી વધુ પ્રમાણમાં એટલે 2576, અમરેલીમાં 1689, કચ્છમાં 1452, બનાસકાંઠામાં 1611 શિક્ષિતો સરકારી નોકરી મેળવવામાં પાછલા બે વર્ષમાં સફળ થયા છે, તે પણ વાસ્તવિકતા છે.

    સરકારે એવા દાવા કર્યા હતા કે, અમે બે વર્ષમાં 7 લાખ રોજગારી ઉભી કરીશું. "સોશિયો-ઇકોનોમિક સર્વે" અનુસાર વર્ષ-2015માં રાજ્યમાં 4.74 લાખ નવા ઉમેદવારો રોજગારી માટે નોંધાયા હતા જે પૈકીના 3.37 લાખને રોજગારી મળી હતી. 2016માં  નોંધાયેલા 4.44 લાખ ઉમેદવારો પૈકી 3.44લાખને રોજગારી મળી હતી, જયારે 2017ના ઓક્ટોબર મહિના સુધી 4.55 લાખ નવા ઉમેદવારો અલગ-અલગ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં નોંધાયા છે, જે પૈકીના 3.60 લાખને રોજગારી મળી છે.
    Published by:sanjay kachot
    First published:

    Tags: Assembly, Increase, Unemployment, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन