ન્યૂઝ 18 ગુજરાતી: સૌરાષ્ટ્રમાં સ્વાઇનફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે. આરોગ્ય વિભાગની એક્શનની ગુલબાંગો વચ્ચે રવિવારે પણ રાજ્યમાં 4 દર્દીઓ સ્વાઇન ફ્લૂના કારણે મોતને ભેટ્યા હતા. સ્વાઇનફ્લૂના ભરડાને કાબુમાં લેવા તંત્ર નિષ્ફળ નિવડ્યુ હોય તેવું જણાઈ રહ્યું છે. આ દરમિયાન રવિવારે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ વડોદરા દોડી આવી હતી.વડોદરામાં આરોગ્ય વિભાગની ટીમે સયાજી હૉસ્પિટલની મુલાકાત લીધી હતી.
સ્વાઇનફ્લૂના કારણે હાલ આખા રાજ્યમાં 480 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે, જ્યારે જાન્યુઆરી એકથી ફેબ્રુઆરી 10 સુધી 1262 કેસ નોંધાયા છે. રવિવારે સ્વાઇનફ્લૂથી 4 દર્દીના મોત થયા હતા જ્યારે 75 નવા કેસ નોંધાયા છે. રાજ્યભરમાં સ્વાઇનફ્લૂનો કહે યથાવત્ત છે.
રવિવારે રાજકોના 68 વર્ષીય પુરૂષ નું સ્વાઇન ફલૂ થી મોત થયું હતું જેના પગેલ એક જ દિવસમાં રાજકોટમાં મોતનો આંકડો 3 થયો હતો, જ્યારે જામનગરમાં સારવાર દરમિયાન 61 વર્ષીય વૃદ્ધાનું મૃત્યુ થયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર