108ને રાજ્યભરમાં દિવાળીએ 3,885 અને બેસતા વર્ષે 4,795 ઇર્મજન્સી કોલ મળ્યા

News18 Gujarati
Updated: October 29, 2019, 1:20 PM IST
108ને રાજ્યભરમાં દિવાળીએ 3,885 અને બેસતા વર્ષે 4,795 ઇર્મજન્સી કોલ મળ્યા
પ્રતિકાત્મક તસવીર

ગત વર્ષની સરખામણીએ બેસતા વર્ષે 108ને 20.42 ટકા વધુ ઇર્મજન્સી કોલ મળ્યા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં દિવાળી (Diwali) અને નૂતન વર્ષે (New Year) ઇર્મજન્સી મેડિકલ સર્વિસ 108ની સેવાઓએ અનેક જિંદગીઓ બચાવી હતી. 108ને રાજ્યભરમાં દિવાળીએ 3,885 અને બેસતા વર્ષે 4,795 ઇર્મજન્સી કોલ મળ્યા હતા. ગત વર્ષની સરખામણીએ 108ને બેસતા વર્ષે 20.42% વધારો થયો હતો.

108 દ્વારા બે દિવસ સમગ્ર રાજ્યમાં જુદા જુદા પ્રકારના ઇર્મજન્સી કોલમાં સારવાર મળી રહે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. દિવાળીએ ગત વર્ષની સરખામણીએ બર્ન કેસીસ એટલે કે દાઝી ગયેલા દર્દીઓ અથવા તો આગને લગતા કેસની સંખ્યામાં 383 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે ઝઘડા અને મારામારી વગેરે જેવા બનાવોથી ઇજાગ્રસ્ત થયેલા લોકોની સારવાર માટે મળેલા ઇર્મજન્સી કેસમાં 128 ટકાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે અકસ્માત સહીતના ટ્રોમાના વ્હિક્યુલર કેસમાં 130 ટકા અને નોન વ્હિક્યુલર કેસમાં 130 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં ભીડભાડવાળી જગ્યાએ બનશે મલ્ટિલેવલ પાર્કિંગ, જાણો ક્યાં ક્યાં

બેસતા વર્ષે સૌથી વધુ અમદાવાદમાંથી કોલ મળ્યા

108ને બેસતા વર્ષે સૌથી વધુ 707 કોલ અમદાવાદમાંથી મળ્યા હતા. બેસતા વર્ષે રાજ્યના અન્ય શહેર જિલ્લામાં સુરતમાંથી 502, દાહોદમાંથી 303, વડોદરામાં 269, રાજકોટમાં 224 મળ્યા હતા.આ પાંચ જિલ્લામાં સૌથી વધુ કોલ મળ્યા

ગત વર્ષની સરખામણીએ 108ને અરવલ્લી જિલ્લામાં 64.71 ટકા, મહિસાગરમાં 50.75 ટકા, જામનગરમાં 50.48 ટકા અને બનાસકાંઠામાં 45.88 ટકા, મોરબીમાં 45.71 ટકા વધારે કોલ મળ્યા હતા.

બર્નના કેસમાં 383.33 ટકાનો વધારો

108ના આંકડાઓ મુજબ સામાન્ય દિવસમાં બર્નના 6 કોલ મળતા હોય છે જ્યારે નૂતન વર્ષે 29 મળ્યા હતા. આમ આ કેસમાં 383.33 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે મારામારીના બનાવોમાં સામાન્ય દિવસોના 68ની સામે 170 કોલ મળતાં 150 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એવી જ રીતે અકસ્માતોના કોલમાં પણ 127.91 ટકાનો વધારો નોંધાયો હતો.
First published: October 29, 2019, 1:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading