રાજ્યમાં મેઘમહેર, નવસારીના ખેરગ્રામમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ

News18 Gujarati
Updated: July 6, 2019, 11:33 AM IST
રાજ્યમાં મેઘમહેર, નવસારીના ખેરગ્રામમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ
સતત વરસી રહેલા વરસાદના પગલે છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં પુર આવ્યું હતું.

સવારે 6થી 8 દરમિયાન નોંધાયેલા વરસાદ મુજબ નવસારીના ખેરગ્રામ તાલુકામાં 40 મિ.મી. દાહોદના ગરબાડામાં 35 મિ.મી. વલસાડડમાં 20 મિ.મી વરસાદ નોંધાયો

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 129 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે ઠેરઠેર નદીઓમાં નીરની આવક થઈ રહી છે. દરમિયાન રાજ્યમાં વહેલી સવારથી 32 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારે 6થી 8 દરમિયાન નોંધાયેલા વરસાદ મુજબ રાજ્યના નવસારી જિલ્લાના ખેરગ્રામ તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

સવારે નોંધાયેલા વરસાદ મુજબ નવસારીના ખેરગ્રામમાં પોણા બે ઇંચ, દાહોદાના ગરબાડામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડમાં એક ઇંચ, ધરમપુરમાં પોણો ઇંચ, દાહોદમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો :  દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર યથાવત, ઉમરપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ

રાજ્યના 32 જિલ્લામાં 1 મિ.મીથી 40 મિ.મી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતનાં મોટાભાગનાં વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સામાન્યથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં અને સામાન્ય જનતામાં ખુશીની લાગણી છવાઇ ગઇ છે. તો બીજીબાજુ અનેક જગ્યાએ ભૂવા પડવાથી અને પાણી ભરાઇ જવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે પંચમહાલ અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાઇ ગયો છે.

આ પણ વાંચો :   ખેડા : તળાવમાં ન્હાવા પડેલા આધેડને મગર ખેંચી ગયો, મગર રેસ્ક્યૂ કરાયો આધેડ લાપતા

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીઆગામી બે દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પહેલા દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, ગીરસોમનાથ અને દીવ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડશે.
First published: July 6, 2019, 10:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading