Home /News /gujarat /દમણમાં થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષનીની ધૂમ; ખાવા-પીવાના, પાર્ટીના શોખીનો ઝૂમ્યા

દમણમાં થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષનીની ધૂમ; ખાવા-પીવાના, પાર્ટીના શોખીનો ઝૂમ્યા

દમણની હોટલો, પાર્ટી પ્લોટો અને રિસોર્ટમાં મોટાપાયે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું

Daman 31 December Celebration: દમણમાં અનેક જગ્યાએ ડીજે પાર્ટીઓ યોજાઈ. ખાવા પીવાના અને પાર્ટી ના શોખીનો દમણ માં ઉમટ્યા હતાં. ડીજે અને સંગીતની ધૂન પર લોકો ઝૂમ્યા. દમણ માં નવા વર્ષને ઉત્સાહ પૂર્વક વધાવ્યું

ભરતસિંહ વાઢેર, દમણ: થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીની ધૂમ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ જોવા મળી હતી. દમણની હોટલો, પાર્ટી પ્લોટો અને રિસોર્ટમાં મોટાપાયે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી મોટી સંખ્યામાં ખાવા પીવા અને પાર્ટીના શોખીનો દમણમાં ઉમટી પડ્યા હતા. દમણમાં અનેક જગ્યાએ ડીજે પાર્ટીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ફિલ્મી ગીતો અને ગરબાઓની ધૂન પર શોખીનો નાચ્યા

નવા વર્ષની ઉજવણીને લઇ યોજાયેલી પાર્ટીઓમાં ડીજે અને મ્યુઝિક પાર્ટીઓમાં ફિલ્મી ગીતો અને ગરબાઓની ધૂન પર શોખીનો નાચ્યા હતા. આમ સંઘ પ્રદેશ દમણમાં પણ નવા વર્ષને લોકોએ ઉત્સાહપૂર્વક નાચતા ગાતા વધાવ્યું હતું. બારના ટકોરે દમણનું આકાશ આતશબાજીથી ઝગમગી ઉઠ્યું હતું. લોકોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.


આ પણ વાંચો: પીધેલાઓથી પોલીસ સ્ટેશન હાઉસફૂલ, મંડપ બાંધ્યા, હોલ ભાડે રાખવા પડ્યા

દેવભુમિ દ્વારકાના ખંભાળિયામાં ચેકિંગ કરાયું

બીજી બાજુ, દેવભુમિ દ્વારકાના ખંભાળિયામાં ચેકિંગ કરાયું હતું. થર્ટી ફર્સ્ટને પગલે પોલીસ વિભાગ સતર્ક રહ્યું હતું. મોડી રાત્રે શકમંદોની પોલીસે તપાસ કરી હતી. ખંભાળિયામાં પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી પોઇન્ટ એક્ઝિટ પોઇન્ટ, નગર ગેઇટ, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું હતું. ખંભાળિયા શહેરમાં પોલીસ LCB, SOG સહિતની ટિમો દ્વારા પેટ્રોલિંગ કરાયું હતું.

રાજકોટમાં 31મી ડિસેમ્બરની ભાવભેર ઉજવણી

રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં 31મી ડિસેમ્બરની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના બે વર્ષ બાદ યુવા ધન મૂકીને 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા નજરે પડ્યું હતું, ત્યારે રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ગ્રીન લીફ રિસોર્ટ ખાતે મોટી સંખ્યામાં યુવાધન ન્યૂ યરને વેલકમ કરતું નજરે પડ્યું હતું. હૈયે હૈયું દળાઈ તે માફક યુવા ધન ડીજેના તાલે નાચતું નજરે પડ્યું હતું.
First published:

Tags: Daman news, Gujarat News, New year party

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો