રાજ્યના 30 જળાશયો 100 ટકાથી વધુ ભરાયાં, મોસમનો સરેરાશ 90.92 ટકા વરસાદ

News18 Gujarati
Updated: August 27, 2019, 12:32 PM IST
રાજ્યના 30 જળાશયો 100 ટકાથી વધુ ભરાયાં, મોસમનો સરેરાશ 90.92 ટકા વરસાદ
રાજ્યના સૌથી મોટા ડૅમ સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના 84.18 ટકા પાણી ભરાયું

સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના 84.18 ટકા પાણી ભરાયું, રાજ્યના 58 જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં વરસેલા સાર્વત્રિક વરસાદને પરિણામે આજ સુઘીમાંરાજ્યના 204 જળાશયો પૈકીના 30 જળાશયો 100 ટકાથી વધુ ભરાયાં છે. રાજ્યનાં 204  જળાશયોમાં હાલ 71.94 ટકા એટલે કે 3,97,817.46 એમ.સી.એફ.ટી. જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના સૌથી મોટા જળાશય સરદાર સરોવર ડૅમમાં હાલ 2,81,241.60 એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના 84.18 ટકા છે. આ સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ 90.92 ટકા જેટલો નોંધાયો છે. રાજ્યના 30 જળાશયો 100 ટકા કે તેથી વધુ ભરાયાં છે, જ્યારે 56 જળાશયો 70 થી 100 ટકાની વચ્ચે, 23 જળાશયો 50 થી 70 ટકાની વચ્ચે અને 58 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયાં છે.

ક્વાંટમાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાતમાં મોડીરાતથી અમદાવાદ, સુરત અને વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારે 6થી 10 સુધીમાં છોટાઉદેપુરના ક્વાંટમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદના કારણે છેલ્લા ચોવીસ કલાકમાં સવારે 6 વાગ્યા સુધી 47 તાલકુાઓમાં નોંધનીય વરસાદ વરસાવ્યો છે. જેમાં છોટાઉદેપરુ તાલુકામાં 93 મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો અને કવાંટમાં 89 મી.મી, મોરવા હડફમાં 79 મી.મી, ગોધરામાં 78 મી.મી, દાહોદમાં 77 મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.



આ પણ વાંચો : રાજ્યમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ આજેસવારે 6.00 કલાક સધીમાં ખાનપુર તાલુકામાં 72 મી.મી., ઉમરપાડામાં 70 મી.મી., ડભોઇમાં 57 મી.મી, બોડેલીમાં 54 મી.મી અને ભીલોડામાં 52 મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 38 તાલુકાઓમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

સરદાર સરોવર ઐતિહાસિક સપાટીએ

સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવકના પગલે ડૅમ 133.84 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. હાલમાં સરદાર સરોવરના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં 4,60,0598 ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.  સરદાર સરોવરમાંથી વિપુલ પ્રમાણમાં પાણી છોડાતાં ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીને પાર પહોંચી ગયો છે. ગોલ્ડ બ્રિજ ખાતે પાણીની સપાટી 24.50 ફૂટ નોંધાઈ છે.

 
First published: August 27, 2019
વધુ વાંચો
अगली ख़बर