પીએમ કિસાન યોજના અંતર્ગત હવે ખેડૂતોને 11મા હપ્તાની રાહ છે. અત્યારસુધી ખેડૂતોના ખાતામાં 10 હપ્તાની રકમ જમા થઈ ચૂકી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર એપ્રિલ મહિનામાં ખેડૂતોના ખાતામાં 11મો હપ્તો જમા કરશે. જોકે, આ પહેલા જ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સરકારની જાહેરાત પ્રમાણે કિસાન યોજના અંતર્ગત સહાય મેળવવા માટે e-KYC ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બીજી તરફ ઇ-કેવાયસી મામલે સરકારે ખેડૂતોને થોડી રાહત આપી છે. સરકારે આ મામલે નવી જાહેરાત કરી છે.
આજે મંગળવાર, 29 માર્ચ 2022 (29 March, 2022).આજના રાજ્ય (Gujarat Latest news) અને દેશના (India latest news) મહત્ત્વના સમાચાર (live news updates) પર નજર કરીએ. આખરે પાર તાપી નર્મદા લિકં યોજના હાલ પુરતી સ્થગિત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આજે બે તબકકામાં વિધાનસભા ગૃહની કાર્યવાહી ચાલશે, સવારે 10થી બપોરેના 2.30 સુધી અને બપોરે 3.30થી રાતના આઠ વાગ્યા સુધી ગૃહની કાર્યાવહી ચાલશે. આજે વિવિધ માગણીઓ પર ચર્ચા તેમજ મતદાનન થશે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર, છેલ્લા બે વષર્થી બંધ વડાપ્રધાન પોષણ મધ્યાહન યોજનાનો આજથી થશે પ્રારંભ, હાલ આઠ કોર્પોરેશન અને બે પાલિકા વિસ્તારથી થશે શરૂઆત. આઠ કલાક વીજળી આપવાના મામલે આજે કિસાન સંઘના નેતાઓ વિઠ્ઠલ પટેલ, સામજી ન્યાત્રા, જગમલ આર્ય, બી.કે.પટેલ અને આર.કે.પટેલ કનુ દેસાઈ, રાઘવજી પટેલ સાથે બેઠક થશે. હવે અમદાવાદ સિવિલમાં એક વિભાગમાંથી બીજા વિભાગમાં દર્દીઓએ ખાવા પડતા ધકકામાંથી મળશે મુકિત, દર્દીઓને એક જ સ્થળે તમામ સારવાર મળી રહે તે માટે સિવિલે એપ બનાવી. સુરત શહેરમાં સ્માર્ટ કાર્ડની અછત, છેલ્લા ચાર મહિનાથી સુરત શહેરમાં સ્માર્ટકાર્ડ આધારિત લાયસન્સ આપવાનું તેમજ લાયસન્સ રિન્યુ કરવાનું કામ બંધ છે. IPlનો પ્રારંભ થતાં જ ગુજરાત સહિત ગોવા દૂબઈમાં સટોડિયાઓ સક્રિય થયા છે.