શનિવાર આવ્યો કાળ બનીને, 28 જિંદગીઓ થઈ ગઈ રાખ

News18 Gujarati
Updated: January 13, 2018, 5:57 PM IST
શનિવાર આવ્યો કાળ બનીને, 28 જિંદગીઓ થઈ ગઈ રાખ

  • Share this:
શનિવારનો દિવસ ગુજરાતની સાથે-સાથે ભારત માટે ખુબ જ ખરાબ રહ્યો હતો. શુક્રવારે મોજ-મસ્તી કરનાર લોકોને ખબર પણ નહી હોય કે, શનિવાર તેમના માટે મોત લઈને આવી રહ્યું છે. શનિવારે વહેલી સવારથી સાંજના ચાર વાગ્યા સુધીમાં જ 28 લોકો અલગ-અલગ વિસ્તારમાં વિભિન્ન અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં ખાસ કરીને ગુજરાત પર શનિદેવની વક્ર દ્રષ્ટ્રી હોય તેવું લાગી રહ્યું છે. ઘણા બધા પરિવારોએ પોતાના બાળકોને ગુમાવ્યા છે.

જયપુર: વિદ્યાનગરમાં 9 મકાનમાં લાગી આગ, 5નાં મોત

પ્રથમ અકસ્માતની વાત કરીએ તો મુંબઈમાં ONGCના ડ્યુટી સમયે એક હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો અને તેમાં ચાર લોકોના મૃત્યુંના સમાચાર આવ્યા હતા. જ્યારે ત્રણ લોકો લાપતા હતા. અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. તે પછી બીજો દિલમાં ઠામ દે તેવો અકસ્માત રાજકોટ જિલ્લામાં આવેલા પ્રાસંલા ખાતે થયો હતો, જ્યાં રાષ્ટ્રીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને શિબિરમાં રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી, જેમાં ત્રણ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તે ઉપરાંત એક વિદ્યાર્થીની ગંભીર રીતે દાઝી જતાં તેને રાજકોટમાં સારવાર આપવામાં આવી રહી છે. આમ વાલીઓને ક્યાં ખબર હતી કે, શિબિર તેમના બાળકો માટે એક કાળ સમાન બની રહેશે.

પ્રાંસલા શિબિર: સામાન લેવા પરત જતાં મોરબીની કૃપાલીએ ગુમાવ્યો જીવ!

આજના શનિવારને બ્લેક ડે કહીએ તો કોઈ અતિશ્યોક્તિ થશે નહી, કેમ કે હજુ તો દાઝીને મોતને ભેટેલા બાળકોનો માતમ ઠંડો પડ્યો નહતો કે, ગુજરાત-મહારાષ્ટ્રના દરિયા કિનારા દહાણું નજીક 25 વિદ્યાર્થીઓ ભરેલી બોટ સમૂદ્રમાં ડૂબી ગઈ હતી. જેમાં ચાર વિદ્યાર્થીઓએ પાણીની અંદર જ અંતિમ શ્વાસ લીધા હતા. જોકે, માછીમારોએ બીજા વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. આ વિદ્યાર્થીઓ એ.એલ પાન્ડા શાળાના હતા જે શાળા દહાણુ સમુદ્રની નજીક જ આવેલી છે. દુવા કરીએ કે, આ ઘટનામાં મૃત્યુ આંક વધે નહી.

મુંબઈ: ONGCનું હેલિકોપ્ટર ક્રેશ, દરિયામાંથી 4ની બોડી મળી, ચાર હજુ લાપતાતે ઉપરાંત એક બસ અકસ્માતમાં 8 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. કર્ણાટકના હાસનના કરેકરે નજીક KSRTC બસને અકસ્માત નડ્યો હતો. બસ તળાવમાં ખાબકી હતી, જેમાં 8 લોકોના મૃત્યું નિપજ્યા હતા જ્યારે 10થી વધારે લોકો ઘાયલ થયા હતા. ત્યાર બાદ રાજસ્થાનમાં નજર કરીએ તો એકવાર ફરી આગે 5 લોકોના જીવ લઈ લીધા છે. સિલિન્ડર બ્લાસ્ટના કારણે એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યું થઈ ગયા હતા. આગ એટલી ભયાનક હતી કે, આજુબાજુના નવ ઘરોને પોતાના ચપેટમાં લઈ લીધા હતા. આ આગ રાજસ્થાનના જયપુરના વિદ્યાનગરના સેક્ટર-9માં લાગી હતી.

કર્ણાટક KSRTCની બસને નડ્યો અકસ્માત, 8નાં મોત, 10થી વધુ ઘાયલ

ત્યાર બાદ ગુજરાતમાં પાછા ફરીએ તો સુરતમાં હિટ એન્ડ રન કેસમાં એક જીવન હોમાયું છે. સુરતના આભવા ગામ નજીક તિરૂપતિ સાડીના માલિકને ટ્રકે અડફેટે લીધા હતા. જેમાં તેમનું મૃત્યું નિપજ્યું હતું, જ્યારે મહેસાણામાં થયેલા એક ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા અને 2 લોકો ઈજાગ્રસ્થ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 
First published: January 13, 2018, 5:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading