PM મોદીના જન્મદિને રાજ્યમાં 25,252 મા કાર્ડ, 46,651 આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ

વડાપ્રધાન મોદીના જન્મદિને ( PM Modi's Birthday) સ્વામી વિવેકાનંદ યુવાકેન્દ્રો (Swamni vivekanand kendra)ના યુવાનોએ 71,903 ગરીબ વ્યક્તિ પરિવારને વિના મૂલ્યે આરોગ્ય સેવાઓ મળે તે માટે નવો રાહ ચિંધ્યો.

News18 Gujarati
Updated: September 22, 2019, 4:24 PM IST
PM મોદીના જન્મદિને રાજ્યમાં 25,252 મા કાર્ડ, 46,651 આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ
PM મોદીની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: September 22, 2019, 4:24 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે રાજ્યભરના 15,010 જેટલા સ્વામી વિવેકાનંદ યુવાકેન્દ્રોના યુવાઓએ 'સેવા હી પરમો ધર્મ સૂત્ર' સાથે ઉજવી ને 25,252 માં કાર્ડ અને 46,651 આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ દ્વારા 71,903 ગરીબ જરૂરતમંદ વ્યક્તિઓ પરિવારોને વિના મૂલ્યે આરોગ્ય સેવાઓ મળે તે માટેનો એક નવો રાહ ચિંધ્યો છે. એટલુંજ નહિ જીવન બાદ પણ જીવન ની સંકલ્પના સાકાર કરવા અંગ દાન માટે લોકોને પ્રેરિત કરી નેત્રદાન, અંગ દાન દેહ દાન માટેના 24,361 સંકલ્પ પત્રો પણ મેળવ્યા છે. મા અને આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ વિતરણ ની સંખ્યામાં મુખ્યત્વે જિલ્લાઓની વિગતો જોઈએ તો સૌથી વધુ લાભાર્થીઓ બનાસકાંઠામાં આવરી લેવાયા છે. આ જિલ્લામા 2,202 મા કાર્ડ અને 2,695 આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયા છે.

સાબરકાંઠામાં આ સંખ્યા અનુક્રમે 1,110 અને 1,450 ની તેમજ રાજકોટમાં 2,099 મા કાર્ડ અને 2,833 અંગદાન સંકલ્પ પત્રો થયા છે.  ખેડા જિલ્લામાં વિવેકાનંદ યુવા કેન્દ્રોના યુવાઓ એ 2,159 માં કાર્ડ અને 2,935 આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કર્યાં છે. ભાવનગર માં 1,402 મા કાર્ડ અને 1,112 આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ સુરેન્દ્રનગરમાં આ સંખ્યા 1,788 અને 3,042 ની રહી છે

આ પણ વાંચો :    ડુંગળીના ભાવમાં એક મહિનામાં 5 ગણો વધારો કેવી રીતે થયો?

મુખ્યમંત્રી રૂપાણીએ ઝૉનલ કેન્દ્રોના યુવા સંયોજકો સાથે બેઠક યોજીને તેમના આ અભિનવ સેવા કાર્યને બિરદાવ્યું હતું. મુખ્મંત્રી વિજય રૂપાણીની પ્રેરણા અને માર્ગદર્શનથી ગુજરાત રાજ્ય યુવક બોર્ડના માધ્યમ દ્વારા યુવા શક્તિને રચનાત્મક માર્ગે વાળી આવતીકાલના સક્ષમ રાષ્ટ્રના ઘડતરનો આધાર બનાવવા રાજ્યના ૩૩ જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોની રચના કરવામાં આવી છે. રાજ્યભરમાં આવા 15,010 સક્રિય યુવા કેન્દ્રો કાર્યરત છે.  યુવા કેન્દ્રની બહુવિધ પ્રવૃત્તિ અંતર્ગત સરકારની યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ યુવા કેન્દ્રોના યુવાઓ આવનારા દિવસોમાં સૌર ઊર્જાના મહત્તમ ઉપયોગ માટેની સોલાર રુફ્ટૉપ યોજનાના વ્યાપક પ્રસાર સહિત પોષણ અભિયાન અને લોકો ના પ્રશ્નોના ઘર આંગણે નિવારણ ના ઉપક્રમ સેવાસેતુ જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં યોગદાન આપવાના છે
First published: September 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...