Home /News /gujarat /ઝેરી દવા પીધા બાદ સારવારને બદલે દોરા-ધાગા કરતા યુવકનું મોત

ઝેરી દવા પીધા બાદ સારવારને બદલે દોરા-ધાગા કરતા યુવકનું મોત

પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગરના લીંબડીમાં બની હતી. જ્યાં દવા પીધા બાદ યુવકને ડોક્ટર પાસે લઇ જવાના બદલે દોરા-ધાગા કર્યા અને તેનું મોત નીપજ્યું હતું.

    ન્યૂઝ18ગુજરાતીઃ 21મી સદીમાં હજી પણ અંધશ્રદ્ધા ક્યાંકના ક્યાંક જોવા મળી રહી છે. બીમારીમાં લોકો હજી પણ ડોક્ટરના બદલે દોરા-ધાગામાં વધુ અંધવિશ્વાસ ધરાવે છે. જેના કારણે અનેક લોકોના મોત નીપજ્યા હોવાની ઘટનાઓ ભૂતકાળમાં બની છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરના લીંબડીમાં બની હતી. જ્યાં દવા પીધા બાદ યુવકને ડોક્ટર પાસે લઇ જવાના બદલે દોરા-ધાગા કર્યા અને તેનું મોત નીપજ્યું હતું.

    ચોટીલા તાલુકના ગુંદા ગામે ઝેરી દવા પી જનારા યુવકને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાના બદેલ ધાર્મિક સ્થળે દોરા ધાગા કરાવવા લઇ ગયા હતા. પરંતુ સારું નહીં થતાં જ્યારે હોસ્પિટલ લઇ ગયા ત્યારે મોડું થઇ ગયું હતું.

    મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ગુંદા ગામના જીવરાજ બચુભાઇ રાઠોડે અગમ્ય કારણોસર પોતાની વાડીએ કપાસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હતી. સવારે જીવરાજ ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ વાડીએ તપાસ કરી હતી. જ્યારે જીવરાજે કપસમાં નાખવાની ઝેરી દવા પી લીધી હોવાની ખબર પડી હતી.

    આ પણ વાંચોઃ સચિનમાં અશક્તિની બીમારીથી કંટાળીને તરુણીનો આપઘાત

    પરિવારના સભ્યો જીવરાજને હોસ્પિટલે લઇ જવાને બદલે વાંકાનેર તાલુકાનાપલાસા ગામે એક ધાર્મિક જગ્યાએ ભૂવા પાડે દોરા ધાગા કરવા લઇ ગયા હતા. દોરા-ધાગા કર્યા પછી યુવકને સારું થઇ ગાયનું માનીને પરિવાર તેને ગુંદા લઇ આવ્યા હતા.

    ગુદા ગામે લાવ્યા બાદ જીવરાજને રાત્રીના ત્રણ કલાકે ઉલટી થતાં પરિવારના સભ્યો બેબાકળા થઇ તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ ઉપર ડોક્ટરે તેને મૃતજાહેર કર્યો હતો.
    Published by:ankit patel
    First published:

    Tags: Limbadi, Saurashtra, Surendranagar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन